વેચાણ / લોન્ચિંગના 2 મહિનાની અંદર જ 10,000થી વધુ ટ્રાઇબર વેચાઈ, પ્રારંભિક કિંમત 4.95 લાખ રૂપિયા

Within two months more than 10,000 Triber sold, starting price at Rs 4.95 lakh

Divyabhaskar.com

Nov 09, 2019, 09:16 AM IST

ઓટો ડેસ્કઃ રેનોએ તેની અફોર્ડેબલ 7 સીટર MPV ટ્રાઇબરને ઓગસ્ટ મહિનામાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી હતી. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોન્ચ થયાના બે મહિનામાં જ કંપનીએ 10,000 ગાડીઓ વેચી નાખી છે. થોડા દિવસ પહેલાં જ રેનોની મુંબઇ ડીલરશિપે ગ્રાહકને 10,001મી ટ્રાઇબર વેચી હતી. આ સાથે જ ઓક્ટોબર 2019માં ટ્રાઇબરને 11,516 બુકિંગ મળ્યાં, જે છેલ્લા મહિના કરતા 63% વધારે છે. ભારતમાં આ કારની પ્રારંભિક કિંમત 4.95 લાખ રૂપિયા છે. આ કારની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ચાર પ્રકારના મોડ જેમ કે, કેમ્પ મોડ(2 સીટર), સર્ફ મોડ (4 સીટર), લાઇફ મોડ (5 સીટર) અને ટ્રાઇબ મોડ (7 સીટર) મળે છે. તેની સીટ્સને 100થી વધુ રીતે ગોઠવી શકાય છે.

તાજેતરમાં જ કંપનીએ તેના ટોપ વેરિઅન્ટ RxZમાં કેટલાક અપડેટ્સ કર્યા છે. હવે તેમાં 14 ઇંચને બદલે 15 ઇંચના વ્હીલ્સ મળશે. અગાઉ આ વેરિઅન્ટની કિંમત 6.49 લાખ રૂપિયા હતી. પરંતુ અપડેટ થયા પછી તેની કિંમત 4 હજાર રૂપિયા વધી ગઈ છે એટલે કે, હવે આ વેરિઅન્ટ 6.53 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. જો કે, કારમાં વ્હીલ સાઇઝ સિવાય કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.

કારમાં છે 1000ccનું એન્જિન
રેનોએ તેની 7 સીટર કારમાં 1.0 લિટરનું 3 સિલિન્ડર એન્જિન આપ્યું છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ છે. આ એન્જિન 72 હોર્સપાવર અને 96Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર હાલમાં ફક્ત પેટ્રોલ એન્જિન્સમાં જ ઉપલબ્ધ છે, કંપનીએ તેનાં ડીઝલ એન્જિન વેરિએન્ટ વિશે અત્યારે કોઈ જાહેરાત નથી કરી.

ભારતના નવા એમિશન નોર્મ્સને જોતા કંપની ટૂંક સમયમાં જ આ કારને BS-6 એન્જિનમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. BS-6 એન્જિન પછી તેની કિંમત 20થી 30 હજાર રૂપિયા વધી શકે છે. આ કાર મેટલ મસ્ટર્ડ, ઇલેક્ટ્રિક બ્લુ, રેડ, મૂનલાઇટ સિલ્વર, આઇસ કૂલ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.

X
Within two months more than 10,000 Triber sold, starting price at Rs 4.95 lakh
Within two months more than 10,000 Triber sold, starting price at Rs 4.95 lakh
Within two months more than 10,000 Triber sold, starting price at Rs 4.95 lakh
Within two months more than 10,000 Triber sold, starting price at Rs 4.95 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી