તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Within 5 Minutes, The Thieves Got Hijacked With A High tech Fortuner, Broke The Key less Entry Using The Frequency, And Learned How To Prevent A Car From Being Stolen.

એડવાન્સ્ડ કાર પણ સેફ નહીં:5 મિનિટમાં જ ચોર હાઇટેક ફોર્ચ્યૂનર લઇને રફુચક્કર થઈ ગયા, ફ્રીક્વન્સીની મદદથી કી-લેસ એન્ટ્રી તોડી, કાર ચોરી થતા કેવી રીતે બચાવવી જાણો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાડીઓ હવે એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ થઈ ચૂકી છે. તેને સ્માર્ટફોનથી ઓપરેટ કરી શકાય છે. તેને ચલાવવા માટે કી, ગિયર અને ડ્રાઇવરની પણ જરૂર હોતી નથી. જો કે, કાર આટલી એડવાન્સ હોવા છતાં પણ શું તમારી કાર સંપૂર્ણ રીતે સેફ છે? ભોપાલમાં માત્ર 5 મિનિટમાં જ 38.5 લાખની કિંમતની હાઇટેક અને ફુલ્લી ઓટોમેટિક ફોર્ચ્યૂનરની ચોરી થઈ ગઈ. તો આવી મોંઘી કાર પણ સરળતાથી કેવી રીતે ચોરી શકાય? આવી એડવાન્સ્ડ કાર આટલી સરળતાથી ચોરી કેવી રીતે થઈ શકે? આ બધું જ જાણો અહીં.

ફોર્ચ્યુનરની ચોરીનો મામલો પહેલા જાણીએ
ફુલ્લી ઓટોમેટિક ફોર્ચ્યૂનરની ચોરી 3 ચોરોએ પ્લાનિંગ સાથે કરી હતી. ચોરી દરમિયાન દરેકે શું કરવાનું છે તેની તૈયારી અગાઉથી કરવામાં આવી હતી.
પહેલો ચોર: CCTV ફૂટેજમાં માથા પર પાઘડી બાંધેલા ચોરોની જવાબદારી ફોર્ચ્યુનરનો દરવાજો ખોલવાની હતી. બપોરે 4:30 વાગ્યે તે ગાડીના દરવાજા પાસે પહોંચ્યો અને માત્ર દોઢ મિનિટમાં જ કી-લેસ એન્ટ્રી બ્રેક કરી દીધી.
બીજો ચોર: સવારે 4:36 વાગ્યે કારની નજીક આવે છે. તેની જવાબદારી વાહનને ડી-કોડ કરવાની હતી. તેને SUVને ડી-કોડ કરવામાં ત્રણ મિનિટનો સમય લાગ્યો હતો અને તે હાથમાં આઇપોડ લઈ જતો જોવા મળે છે.
ત્રીજો ચોર: એક i20 કારમાં હતો, જે ભોપાલના નંબરની હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ કાર આશરે બે વર્ષ પહેલાં ઉજ્જૈનમાં વેચાઇ હતી. આની તપાસ માટે ટીમ ઉજ્જૈન જવા રવાના થઈ છે.

એડવાન્સ્ડ ગાડીઓની ચોરી કેવી રીતે થાય છે સમજીએ
આપણને મોટાભાગે એવું લાગે છે કે કી-લેસ એન્ટ્રીવાળી કાર નોર્મલ ચાવી ભરાવવાથી શરૂ થતી ગાડીની સરખામણીએ વધુ સેફ હોય છે. જો કે, ટેક્નોલોજી જેટલી એડવાન્સ્ડ થઈ રહી છે ચોર પણ એડલા જ એડવાન્સ્ડ બની રહ્યા છે. આ ચોરોને આપણે હેકર્સ પણ કહી શકીએ. તેઓ આ 3 પદ્ધતિઓનો ઉપયોગ હાઇટેક અને એડવાન્સ્ડ ગાડીઓ ચોરવા માટે કરે છે...

ગાડી ચોરવાની પદ્ધતિ નંબર-1
ફ્રીક્વન્સી મેથડની મદદ
જ્યારે આપણે કી-લેસ એન્ટ્રીવાળી કારનું રીમોટ અથવા કી પર આપવામાં આવેલું બટન દબાવીએ છીએ ત્યારે રિમોટથી એક ફ્રીક્વન્સી અથવા રેડિયો વેવ્સ નીકળે છે. ફ્રીક્વન્સી 300થી 400 મેગાહર્ટ્ઝની વચ્ચે હોય છે. તે કારની અંદર લાગેલા રિસીવર સુધી પહોંચે છે, જેના આધારે તે એક્શન લે છે. આ કિસ્સામાં, ચોરો ફ્રીક્વન્સી રીડરની મદદથી તે ફ્રીક્વન્સીને રીડ કરી લે છે. જ્યારે તમે કારથી દૂર જાઓ ત્યારે એ જ ફ્રીક્વન્સીને કારમાં અપ્લાય કરીને ચોરી કરી લે છે.

ગાડી ચોરવાની પદ્ધતિ નંબર-2
રિલે મેથડની મદદ

કાર ચોરી કરવાની આ સૌથી એડવાન્સ્ડ રીત છે. આમાં કી-લેસ એન્ટ્રી રિમોટની સૌથી મોટી ખામીનો ઉપયોગ કરવામાં આવે છે. કી-લેસ એન્ટ્રી રિમોટનો નેચર હોય છે કે તે સતત ફ્રીક્વન્સી છોડતો રહે છે. આ જ કારણ છે જ્યારે પણ તમે કારની નજીક જાઓ ત્યારે કાર અનલોક થઈ જાય છે. રિલે પદ્ધતિથી કાર ચોરી કરતી વખતે એક ચોર તમારા ઘરની નજીક ઊભો હોય છે અને તે ફ્રીક્વન્સીને ડિવાઇસની મદદથી વાંચી લે છે. તેમજ, બીજો ચોર કાર પાસે ઊભો હોય છે. તેની પાસે એક એવી ડિવાઇસ હોય છે જે ફ્રીક્વન્સી રિસીવ કરીને તેને કન્વર્ટ કરે છે. જેનાથી કારનો દરવાજો ખૂલી જાય છે.

ગાડી ચોરવાની પદ્ધતિ નંબર-3
OBD મેથડની મદદ

ભારતમાં ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક (OBD) મેથડથી સૌથી વધુ ગાડી ચોરવામાં આવે છે. બધી ગાડીઓના ડેશબોર્ડમાં એક OBD પોર્ટ હોય છે. ચોર કારની અંદર પહોંચીને લેપટોપને આ પોર્ટથી જોડે છે. પછી કારની સમગ્ર સિસ્ટમ ડાયગ્નોસ કરે છે. એટલે કે, કારની સુરક્ષા સિસ્ટમ સાથે ચેડા કરીને તેઓ તેને સરળતાથી ચોરી લે છે.

કાર ચોરી થતી અટકાવવાની રીત
કારની હાઇટેક ચોરી ફેરાડે સ્વીવ્ઝની મદદથી અટકાવી શકાય છે. તે સિગ્નલ વાહક તરીકે કાર્ય કરે છે. તમે તમારી કારના કી-લેસ એન્ટ્રી રિમોટને તેની અંદર મૂકી શકો છો. તેનાથી સિગ્ન્લ આરપાર નહીં જાય. આવી સ્થિતિમાં, રિલે પદ્ધતિથી ચોરી કરવી મુશ્કેલ કાર્ય બનશે. ટેક્નિશિયનની મદદથી સહાયથી કોઈ બીજી જગ્યાએ OBD પોર્ટનું પ્લેસમેન્ટ કરી દો. જેથી, કોઈ ચોર કારની અંદર પહોંચી જાય તો પણ તેને પોર્ટ નહીં મળે. આ સિવાય આ 5 એક્સેસરીઝનો પણ ઉપયોગ કરો...

1. વ્હીલ લોક: પ્રારંભિક કિંમત 1,000 રૂપિયા
પાર્કિંગ પોલીસ ઘણીવાર આ લોકનો ઉપયોગ કરે છે. તે મેટલથી બનેલું હોય છે અને ખૂબ જ મજબૂત હોય છે. તેને તોડવું કે કાપવું એટલું સરળ નથી હોતું. તેનો પ્લસ પોઇન્ટ એ છે કે તે કારની બહારથી દેખાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ચોર તમારી ગાડી ચોરી કરવાનું વિચારી રહ્યો હોય તો પછી તેનો વિચાર બદલી નાખશે. તે ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ સરળતાથી ઉપલબ્ધ છે.

2. સ્ટિયરિંગ વ્હીલ લોકઃ પ્રારંભિક કિંમત 600 રૂપિયા
આ લોક વિવિધ પ્રકારની ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. પરંતુ બધાનું કામ સ્ટિયરિંગ ફરતા અટકાવવાનું છે. કેટલાક નવા સ્ટિયરિંગ લોકમાં એક અલાર્મ ફીચર પણ હોય છે. જેવી કોઈ વ્યક્તિ તેને ખોલવાનો પ્રયત્ન કરશે અલાર્મ વાગશે. બજારમાં એવા કેટલાક લોક પણ ઉપલબ્ધ છે કે જે સ્ટિયરિંગને તેમજ બ્રેક અથવા એક્સિલરેટર પેડલ પણ લોક કરી દે છે.

3. પેડલ લોક: પ્રારંભિક કિંમત 700 રૂપિયા
સ્ટિયરિંગ વ્હીલની જેમ પેડલ લોકનો ઉપયોગ પણ એક્સિલરેટર અને બ્રેક લોક કરવામાં કામ આવે છે. જો આ ગાડીમાં લગાવવામાં આવ્યું હોય તો કોઈપણ ચોર તમારી કારને સરળતાથી ચોરી શકશે નહીં. આમાંથી કોઈપણ લોકને ગમે ત્યારે યુઝ કરી શકાય છે અથવા વધુ સેફ્ટી માટે એક કરતાં વધુ લોકનો ઉપયોગ કરી શકાય છે.

4. હુડ લોકઃ પ્રારંભિક કિંમત 500 રૂપિયા
ઘણા કેસમાં જ્યારે ચોર ગાડી નથી ચોરી શકતો તો તે એન્જિન અથવા બેટરીને નિશાન બનાવે છે. આવી સ્થિતિમાં, હૂડ લોક ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ગાડીમાં હૂડ લોક હશે તો ચોર તમામ પ્રયત્નો કર્યા પછી પણ ગાડીની હૂડ ખોલી શકશે નહીં, જેના કારણે વાહનના બેટરી, એન્જિન અને અન્ય ભાગો સુરક્ષિત રહેશે.

5. ગિયર શિફ્ટ લોક: પ્રારંભિક કિંમત 500 રૂપિયા
ગાડી ચોરી થતા બચાવવા ગિયર શિફ્ટ લોકનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ગિયર શિફટરને સંપૂર્ણપણે લોક કરે છે. આવી સ્થિતિમાં, જો ચોર કારમાં બેસીને એન્જિન શરૂ કરશે તો પણ ગાડી આગળ વધી શકશે નહીં. ગિયર શિફ્ટનું લોક ખૂબ મજબૂત હોય છે, તે સરળતાથી તોડી શકાતું નથી.

જો તમારી કાર ચોરાઈ જાય તો સૌપ્રથમ તમારા એરિયાના પોલીસ સ્ટેશનમાં તેમની FIR નોંધાવો. તેની એક કોપી વીમા કંપનીને આપો. હવે પોલીસ તમારી કારની શોધ શરૂ કરશે. જો તે કાર શોધવામાં નિષ્ફળ જાય તો તે ફાઇનલ રિપોર્ટ જાહેર કરીને કેસ બંધ કરે છે. આ રિપોર્ટ સંબંધિત વિસ્તારના મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવ્યો છે. ત્યાંથી ફરિયાદીને રિપોર્ટની કોપી મળી રહે છે. વીમા કંપની આ કોપીને આધારે ક્લેમ પાસ કરે છે. તમારી ગાડીના લાસ્ટ ઇન્શ્યોરન્સમાં જે પણ ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ હોય એટલા પૈસા તમને મળી જશે. આ સંપૂર્ણ પ્રોસેસમાં 2 મહિના અથવા વધુ સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...