• Home
  • Utility
  • Automobile
  • Within 5 days of launch, Hyundai Creta got record break bookings, more than 14,000 vehicles booked

લોન્ચિંગના ફક્ત 5 દિવસમાં જ હ્યુન્ડાઇ ક્રેટાને રેકોર્ડ બ્રેક બુકિંગ મળ્યાં, 14,000થી વધુ ગાડીઓ બુક થઈ

Within 5 days of launch, Hyundai Creta got record break bookings, more than 14,000 vehicles booked
X
Within 5 days of launch, Hyundai Creta got record break bookings, more than 14,000 vehicles booked

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 01:38 PM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇની સેકન્ડ જનરેશન કાર ક્રેટા થોડા સમય પહેલાં જ ઇન્ડિયામાં લોન્ચ થઈ છે અને બહુ ઓછા સમયમાં આ કાર માર્કેટમાં લોકપ્રિય બની ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અત્યાર સુધીમાં આ કારને 14,000થી પણ વધુ બુકિંગ મળી ગયાં ચે. અત્યાર સુધી થયેલાં બુકિંગના 50% બુકિંગ આ કારના ડીઝલ મોડેલનાં છે. જ્યારે બાકીના 50% બે પેટ્રોલ વેરિઅન્ટ માટે છે. ન્યૂ જનરેશન SUV પાંચ વેરિઅન્ટ્સ E, EX, S, SX અને SX (O)માં અવેલેબલ છે. આ ઉપરાંત, આ કાર 3 એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 138bhp પાવરવાળું 1.4 લિટર, 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ, 115bhp પાવરવાળું 1.5 લિટર પેટ્રોલ અને 115bhp પાવરવાળું 1.5 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સામેલ છે.

નવી હ્યુન્ડાઇ ક્રેટ ફેબ્રુઆરીમાં ઓટો એક્સપોમાં પહેલીવાર રજૂ થઈ હતી. તેનો લુક મસ્ક્યુલર, બોલ્ડ અને સ્પોર્ટી છે. SUVના ફ્રંટમાં 3D કેસ્કેડ ગ્રિલ, મોટા LED હેડલેમ્પ, નવા સ્પ્લિટ LED DRL, બુલ બાર શેપ સિલ્વર ક્લેન્ડિંગ સાથે નવું બંપર અને નવા ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. નવી ક્રેટા ફ્લોટિંગ રૂફ ડિઝાઇન, 17 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને હેડલેમ્પની ડિઝાઇન સાથે આવી છે. આ કાર 10 કલર ઓપ્શન્સમાં મળશે.

10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ
ન્યૂ જનરેશન ક્રેટાની કેબિન પણ નવી અને પહેલાં કરતાં પ્રીમિયમ આપવામાં આવી છે. તેના ઇન્ટિરિયર માટે પણ બે ઓપ્શન્સ અવેલેબલ છે. એક બ્લેક બેઝ ડ્યુઅલ ટોન કલર અને બીજો ફુલ બ્લેક કલર છે. SUVની અંદર એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવું મલ્ટિ ફંક્શનલ ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ, લેધર સીટ્સ અને 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

ત્રણ એન્જિન ઓપ્શન
નવી હ્યુન્ડાઇ ક્રેટાને ત્રણ એન્જિન ઓપ્શનમાં માર્કેટમાં ઉતારવામાં આવી છે, જે કિઆ સેલ્ટોસમાંથી લેવામાં આવ્યાં છે. તેમાં .14 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને 1.5 લિટરના પેટ્રોલ અને ડીઝલ એન્જિન સામેલ છે. 1.5 લિટરવાળા ડીઝલ અને પેટ્રોલ એન્જિન 113 bhp પાવર અને 144 Nm ટોર્ક જનરેટ કરે છે. ટર્બો પેટ્રોલ એન્જિન 138 bhp પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ત્રણેય એન્જિન BS6 કમ્પ્લાયન્ટ છે.

ગિયરબોક્સ અને ડ્રાઇવિંગ મોડ
નવી ક્રેટા ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 7 સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવી છે. 1.5 લિટરવાળા પેટ્રોલ-ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે IVT અને ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન છે. નવી ક્રેટામાં ત્રણ ડ્રાઇવિંગ મોડ ઇકો, કમ્ફર્ટ, સ્પોર્ટ અને ત્રણ ટ્રેક્શન કન્ટ્રોલ મોડ - સ્નો, સેન્ડ અને મડ આપવામાં આવ્યા છે.

એવરેજ ડિટેલ્સ
હ્યુન્ડાઇનો દાવો છે કે, 1.5 લિટર પેટ્રોલ એન્જિનની એવરેજ મેન્યુઅલ ગિયરબોક્સમાં 16.8 કિમી અને IVT ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં લિટર દીઠ 16.9 કિમી છે. ડીઝલ એન્જિનની એવરેજ મેન્યુઅલ ગિયરબોક્સમાં 21.4 કિમી અને ઓટોમેટિક ગિયરબોક્સમાં 18.5 કિમી છે.

એડવાન્સ ફીચર્સ
નવી હ્યુન્ડાઇ ક્રેટા કનેક્ટેડ SUV છે. હ્યુન્ડાઇએ તેમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી બ્લુલિંગ આપી દીધી છે. આ કનેક્ટેડ કાર ટેક્નોલોજીમાં સેફ્ટી, સિક્યોરિટી, રિમોટ, વ્હીકલ રિલેશનશિપ મેનેજમેન્ટ, લોકેશન બેઝ્ડ સર્વિસ, અલર્ટ સર્વિસ, નેચરલ લેન્ગવેજ બેઝ્ડ વોઇસ રેકગ્નિશન અને સ્માર્ટ વોચ સર્વિસિસ કેટેગરી હેઠળ 50થી વધારે કનેક્ટેડ કાર ફીચર્સ મળશે.
આ ઉપરાંત, કારમાં વેન્ટિલેટેડ સીટ્સ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, એમ્બિઅન્ટ લાઇટિંગ, પેનોરમિક સનરૂફ, રિઅર એસી વેન્ટ્સ, બ્લુલિંક સ્માર્ટવોચ એર, બોઝ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ઓટો હેલ્ધી એર પ્યૂરિફાયર, 2 સ્ટેપ રિઅર સીટ રિક્લાઇનિંગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને રિઅર વ્યૂ મોનિટર જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી