લોન્ચિંગના 1 વર્ષની અંદર જ રોયલ એન્ફિલ્ડની Bullet Trials બાઇક ફેલ થઈ, વેચાણ બંધ થયું

Within 1 year of launch, Royal Enfield's Bullet Trials bike fails, sales close
X
Within 1 year of launch, Royal Enfield's Bullet Trials bike fails, sales close

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 03:07 PM IST

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલ્ડે ગયા વર્ષે જ માર્કેટમાં તેની નવી બાઇક Bullet Trials લોન્ચ કરી હતી. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત કંપનીએ 1.62 લાખ રૂપિયા રાખી હતી. પરંતુ હજી આ બાઇક માર્કેટમાં તેની ફર્સ્ટ યર એનિવર્સરી સેલિબ્રેટ કરે એ પહેલાં જ કંપનીએ તેને ડિસકન્ટિન્યૂ કરી દીધી છે.

રોયલ એન્ફિલ્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી Bullet Trials બાઇક કાઢી નાખવામાં આવી છે. જોકે, હજી આ વિશે ઓફિશિયલી કોઈ જાણકારી જાહેર કરવામાં નથી આવી. પરંતુ આ બાઇક ડિસકન્ટિન્યૂ કરવા વિશે નિષ્ણાતોનું માનવું છે કે લો ડિમાન્ડને કારણે આ બાઇક બંધ કરી દેવામાં આવી છે.

આ બાઇક 350cc અને 500cc બંને એન્જિન સાથે અવેલેબલ હતી. રોયલ એન્ફિલ્ડ Bullet Trialsના 350cc મોડેલની કિંમત 1.62 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપની તરફથી આ ઇન્ડિયન માર્કેટમાં પહેલી સ્ક્રેમ્બલર બાઇક હતી, જેને મુખ્ય રીતે ઓફ રોડિંગ માટે તૈયાર કરવામાં આવી હતી. તેમાં કંપનીએ નવા ઉપરની બાજુ વળેલા એક્ઝોસ્ટ એટલે કે સાઇલેન્સરનો પ્રયોગ કર્યો હતો.

આ બાઇકને કંપનીએ 1950ના દાયકાની ઓફ રોડિંગ રેસિંગ બાઇકથી ઇન્સ્પાયર્ડ થઇને બનાવી હતી. કંપનીએ આ બાઇકને સૌપ્રથમ વર્ષ 1948માં લોન્ચ કરી હતી. રોયલ એન્ફિલ્ડ Bullet Trialsનું એન્જિન 19.8 bhp પાવર અને 28Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેનું 500cc વર્ઝનનું એન્જિન 27.2bhp પાવર અને 41Nm ટોર્ક જનરેટ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી