મહિન્દ્રા સ્કોર્પિયો-Nનું બુકિંગ શરૂ:માત્ર 30 મિનિટમાં 1 લાખથી વધુ બુકિંગ, કંપનીએ ડિસેમ્બર 2022 સુધીમાં 20,000થી વધુની ડિલિવરી કરવાની યોજના બનાવી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રાની નવી સ્કોર્પિયો-Nનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેનું બુકિંગ શરૂ થયાની 30 મિનિટની અંદર જ 1 લાખ બુકિંગ થઈ ગયા છે. આ ઉપરાંત બુકિંગ શરૂ થયાની એક મિનિટની અંદર કંપનીને 25,000 બુકિંગ મળ્યા છે. નવી મહિન્દ્રા સ્કોર્પિયો-Nની ડિલિવરી 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે, કારણ કે ડિસેમ્બર 2022 સુધીમાં Z8L વેરિઅન્ટને પ્રાધાન્ય આપીને 20,000થી વધુ ડિલિવરીનું આયોજન કરવામાં આવ્યું છે. મહિન્દ્રા ગ્રાહકોને ઓગષ્ટ 2022નાં અંત સુધીમાં તેમની ડિલિવરીની તારીખ જણાવશે. જો કે, મહિન્દ્રા સ્કોર્પિયો-N વેરિઅન્ટની શરૂઆતી કિંમતો પહેલાં 25,000 બુકિંગ માટે લાગુ છે. 2022 મહિન્દ્રા સ્કોર્પિયો-Nનું પ્રારંભિક બુકિંગ 21,000 રૂપિયાની ટોકન રકમથી શરૂ થયું છે.

કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે
સ્કોર્પિયો-N બેઝ વેરિઅન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) અને ટોપ-ટિયર સ્કોર્પિયો-N વેરિઅન્ટની કિંમત 21.45 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. નવી સ્કોર્પિયો-Nને ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે. કંપની પસંદ કરેલ વેરિઅન્ટ મુજબ સ્કોર્પિયો-Nની ડિલિવરી ડેટ નક્કી કરશે. મહિન્દ્રા સ્કોર્પિયો-Nની ડિલિવરી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. કંપની દ્વારા 27 જૂને સ્કૉર્પિયો-Nને બજારમાં ઉતારવામાં આવી હતી.

નવી સ્કોર્પિયોમાં સનરૂફ મળશે
મહિન્દ્રા સ્કોર્પિયો-Nને ‘બીગ ડેડી ઓફ SUVs તરીકે પ્રમોટ કરી રહી છે. નવી સ્કોર્પિયોની ડિઝાઇન જૂની કરતાં અલગ છે. કંપનીએ તેને આધુનિક ડિઝાઈન આપી છે અને તેની સાઈઝ પણ જૂની સ્કોર્પિયો કરતાં મોટી છે. મહિન્દ્રાએ તેની નવી સ્કોર્પિયોમાં ઘણાં શાનદાર ફીચર્સ ઉમેર્યા છે, પરંતુ જે ફીચરની સૌથી વધુ ચર્ચા થાય છે તે છે સનરૂફ. પહેલીવાર મહિન્દ્રાએ સ્કોર્પિયોનાં કોઈ વેરિઅન્ટમાં સનરૂફ ફીચર ઉમેર્યું છે. તેની 8-ઇંચની ટચસ્ક્રીન સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને એક અલગ જ દેખાવ આપે છે. આ SUVની ખાસ વિશેષતાઓમાં 3Dસાઉન્ડ સ્ટેજીંગ સાથે સોની 12 સ્પીકર ઓડિયો સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, 70+ કનેક્ટેડ કાર ફીચર્સ, વાયરલેસ ચાર્જર, ઇલેક્ટ્રિક સનરૂફ, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઈવર સીટનો સમાવેશ થાય છે.

માર્કેટમાં ટાટા સફારી અને જીપ કેમ્પસને આપશે ટકકર
આ SUVમાં બ્રેક લાઇટ દરવાજા પર ઉપરની તરફ આપવામાં આવી છે અને ટેલ લાઇટ પણ સી-શેપમાં છે. આ ઉપરાંત નવી સ્કોર્પિયોનો દરવાજો પાછળથી ખુલશે નહીં. પાછળની સીટ પર જવા માટે વચ્ચેની સીટને ફોલ્ડ કરવાની જરૂર નથી. મહિન્દ્રાની નવી સ્કોર્પિયો માર્કેટમાં SG Hector, Tata Safari, Hyundai Alcazar અને Jeep Copasને ટકકર આપશે.