‘વોલ્વો XC40’નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ:SUVની સ્ટાર્ટિંગ પ્રાઈસ ₹43.20 લાખ, BMW X1, મર્સિડિઝ બેન્ઝ GLA અને ઓડી Q3ને ટકકર આપશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વોલ્વો કાર્સે ભારતમાં 'વોલ્વો XC40'નું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું હતું, જેની સ્ટાર્ટિંગ પ્રાઈસ 43.20 લાખ રૂપિયા છે. પેટ્રોલ અને ઇલેક્ટ્રિસિટી બંને પર ચાલતી આ હાઇબ્રિડ કારમાં અસિસ્ટન્ટ સેફ્ટી ફીચર મળશે. ખોટી દિશામાં પ્રવેશતાની સાથે જ સિસ્ટમ તાત્કાલિક ડ્રાઇવરને એલર્ટ મોકલી દેશે. આ મિડ-લાઇફ ઇલેક્ટ્રિક વ્હીકલના એક્સટીરિયર અને ઇન્ટીરિયરમાં નવા અપડેટ્સ કરવામાં આવ્યા છે. કંપનીએ XC40 સાથે 'વોલ્વો XC90'માં પણ કેટલાક અપડેટ કર્યા હતા.

13 કિમીનું માઈલેજ
13 કિમી પ્રતિ લિટર માઈલેજવાળી SUVની ટોપ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. ઈલેક્ટ્રિસિટી પર ચાલનારી ગાડી પર કંપનીએ દાવો કર્યો કે, તે સિંગલ ચાર્જમાં 418 કિમી ચાલશે. આ લક્ઝરી સબ-કૉમ્પેક્ટ SUV 4.9 સેકન્ડમાં 0 થી 100 કિમીને સ્પીડ પકડી લેશે. XC40ને BMW X1 (₹41.50 લાખથી ₹43.50 લાખ), મર્સિડીઝ બેન્ઝ GLA (₹44.90 લાખ), મિની કંટ્રીમેન (₹42 લાખથી ₹46 લાખ) અને ઑડી Q3 (₹44.89 લાખથી ₹50.39 લાખ) સામે સ્પર્ધા તરીકે જોવામાં આવી રહ્યું છે.

44.50 લાખનું છેલ્લુ મોડલ હતું
વોલ્વો XC40નું જૂનુ મોડલ 44.50 લાખ રુપિયાનું હતું. 43.20 લાખ રુપિયાની કિંમત સાથે આ મોડલ લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ કિંમત ફેસ્ટિવલ સિઝન પૂરતી જ લિમિટેડ છે. સિઝન પૂરી થતા જ આ કાર 45.90 લાખ રુપિયા (એક્સ શો-રુમ, દિલ્હી)માં વેચાશે.

2.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન
XC40માં 2.0 ટર્બો-પેટ્રોલ એન્જિન, 48v ઈંટીગ્રેટેડ સ્ટાર્ટર-જનરેટર મોટરની સાથે આવશે. પાવરટ્રેન 197hp અને 300Nm નો પીક ટોર્ક જનરેટ કરશે. આ એન્જિનને 8 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી પણ ક્લબ કરવામાં આવશે. આ સાથે જ ભારતમાં વોલ્વોની બધી ગાડીઓમાં હવે માઈલ્ડ-હાઈબ્રિડ પાવરસ્ટ્રેન મળશે. તમે કારમાં ઓપન સ્કીનો અનુભવ પણ લઇ શકશો.

‘થોર’ થી ઈંસ્પાયર્ડ LED લેમ્પ
ફ્રન્ટ લેમ્પ થોડો વધુ એન્ગ્યુલર દેખાય. હોલીવુડ મૂવી ‘થોર’ ના હેમરથી પ્રેરિત LED ડે-ટાઈમ રનિંગ લેમ્પને રિ-ડિઝાઈન કરવામાં આવ્યો છે. ફ્રન્ટ બમ્પરને એન્ગ્યુલર ક્રિઝ અને અપડેટેડ ફોગ લેમ્પથી કવર કરવામાં આવ્યુ છે. પ્લેન લૂકવાળા 5-સ્પોક એલોય વ્હીલ્સ તમને સાદગીનો અનુભવ કરાવશે.

ફ્યોર્ડ બ્લૂ અને સેજ ગ્રીન કલર ઓપ્શન
બોલ્ડ અને એક્સપ્રેસિવ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) બોડી ડિઝાઇન સાથે ફ્રન્ટ એન્ડમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા પરંતુ, પાછળની તરફ કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા ન હતા. ફ્યોર્ડ બ્લૂ અને સેજ ગ્રીનના 2 કલર કોમેબિનેશન ચોક્કસપણે બહાર પાડવામાં આવ્યા છે.

ઈન્ટીરિયરમાં સામાન્ય ફેરફાર
ડેશબોર્ડ અને દરવાજા પર નવી વુડન ટ્રીમ મળશે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઉમેરવામાં આવી હતી. વોઈસ-કન્ટ્રોલ ગૂગલ આસિસ્ટન્ટ, ગૂગલ-પ્લે સ્ટોર, ગૂગલ મેપ્સ અને ગૂગલની વિવિધ સેવાઓ યુઝરને સ્માર્ટફોન જેવો અનુભવ કરાવશે. સિસ્ટમમાં OTA અપડેટ્સ પણ છે.

આ ફીચર્સ પણ સામેલ છે
આ કારના ઇન્ટિરિયરમાં 2.5 PM ફિલ્ટર, વાયર્ડ એપલ કાર-પ્લે, 14-સ્પીકર હાર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, એડેપ્ટિવ ક્રુઝ કન્ટ્રોલ, પાઇલટ આસિસ્ટ, લેન કીપિંગ આસિસ્ટ, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ, રિયર ક્રોસ-ટ્રાફિક એલર્ટ સિસ્ટમ સાથે ફોરવર્ડ અને રિયર ટક્કર મિટિગેશન સાથે એડવાન્સ એર પ્યુરિફાયર પણ મળશે.

XC90 માં ઇન્ફોટેનમેન્ટ અપડેટ
XC40 ઉપરાંત કંપનીએ પોતાની ફ્લેગશિપ SUV XC90ની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને પણ અપડેટ કરી છે. 94.90 લાખની આ કારની કિંમતમાં અગાઉના મોડલથી એક લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં XC40 અને XC90માં નવી સિસ્ટમનો ઉમેરો કરવામાં આવ્યો છે. XC90માં બ્રાઇટ ડસ્ક, ડેનિમ બ્લૂ અને પ્લેટિનમ ગ્રે એમ ત્રણ નવા કલર ઓપ્શન પણ મળશે.