નવી પલ્સર P150 લોન્ચ:શાનદાર સ્પોર્ટી લુક સાથે મળશે અનેક ખાસ ફિચર્સ, કિંમત 1.17 લાખ રૂપિયા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બજાજે પોતાની નવી પલ્સર P150 લોન્ચ કરી છે. આ બાઇકને બે અલગ-અલગ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના સિંગલ-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.17 લાખ રૂપિયા અને ટ્વીન-ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. પલ્સર P150ને સંપૂર્ણપણે નવી ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી છે.

F250 અને N160 બાદ આ ત્રીજી પલ્સર છે, જેને નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. હાલમાં આ બાઈક કોલકાતામાં લોન્ચ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેને અન્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.

પલ્સર P150નો ભવ્ય સ્પોર્ટી લુક
પલ્સર P150ને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. આ સિવાય પલ્સર P150માં 3D ફ્રન્ટ, ડ્યુઅલ કલર્સ આ બાઇકને વધુ સારી બનાવે છે. આ સિંગલ ડિસ્ક વેરિઅન્ટ અપરાઇડ સ્ટાંસ સાથે આવે છે, જ્યારે ટ્વીન-ડિસ્કને સ્પોર્ટી સ્ટાંસ આપવામાં આવ્યું છે કે, જે સ્પ્લિટ સીટ સાથે ઉપલબ્ધ છે. સિંગલ-ડિસ્ક વેરિઅન્ટ સિંગલ-પીસ સીટ સાથે આવે છે, જ્યારે ટ્વીન-ડિસ્ક વેરિઅન્ટમાં સ્પ્લિટ-સીટ સેટઅપ મળે છે.

સિંગલ-ડિસ્ક વેરિઅન્ટ સિંગલ-પીસ સીટ સાથે આવે છે, જ્યારે ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટમાં સ્પ્લિટ-સીટ સેટઅપ મળે છે
સિંગલ-ડિસ્ક વેરિઅન્ટ સિંગલ-પીસ સીટ સાથે આવે છે, જ્યારે ટ્વિન-ડિસ્ક વેરિઅન્ટમાં સ્પ્લિટ-સીટ સેટઅપ મળે છે

150ccનું એન્જિન મળશે
પલ્સર P150માં કંપનીએ 149.68ccની ક્ષમતાનાં નવા એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 14.5ps પાવર અને 13.5nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 50 કિલોમીટર પ્રતિ લીટર સુધીનું માઇલેજ આપશે.

તેમાં USB કનેક્ટિવિટી મળશે
તેનાં અન્ય ફીચર્સની વાત કરીએ, તો તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ બાઇકમાં USB કનેક્ટિવિટી પણ આપી છે, જેથી તમે મોબાઇલની સાથે અન્ય ગેજેટ્સને પણ ચાર્જ કરી શકો છો. વળી, ટૂ-વ્હીલરમાં સિંગલ ચેનલ ABS ફીચર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગીયર ઈન્ડિકેટર, ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી મીટર અને ક્લોક જેવા અન્ય ફીચર્સ પણ મળશે.

જૂનાં મોડેલ્સ કરતાં 10 કિલો હળવી
તેનું વજન 140 કિલો છે, જે અગાઉનાં મોડલ કરતાં લગભગ 10 કિલો ઓછું છે. તેમાં 790mm સીટની ઊંચાઈ અને મોનોશોક સસ્પેન્શન મળશે કે, જે તમારા રાઈડિંગનાં અનુભવને વધુ સારો બનાવશે.

5 કલર ઓપ્શન મળશે
આ બાઇકને 5 અલગ-અલગ કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં રેસિંગ રેડ, કેરેબિયન બ્લુ, એબોની બ્લેક રેડ, એબોની બ્લેક બ્લુ અને એબોની બ્લેક વ્હાઇટ સામેલ છે.