તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • With A Budget Of Less Than ₹ 10 Lakh, 5 Small Cars From Renault Kyger To Citroen C3 Are Coming, Check The List Of Upcoming SUVs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ SUV:₹10 લાખથી ઓછાં બજેટમાં રેનો કાઇગરથી લઇને સિટ્રોન C3 સહિત 5 નાની ગાડીઓ આવી રહી છે, અપકમિંગ SUVનું લિસ્ટ ચેક કરી લો

16 દિવસ પહેલા

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સ (SUV) સેગમેન્ટ છેલ્લાં કેટલાક સમયથી ઇન્ડિયન માર્કેટમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી રહ્યું છે. SUVની લોકપ્રિયતા જોતાં ઉત્પાદકો પણ ભારતીય બજારમાં સસ્તી SUV લોન્ચ કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમયે સેગમેન્ટમાં ઘણા બધા ઓપ્શન્સ છે.

જો તમે SUV ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારી પાસે ઘણા ઓપ્શન્સ છે. પરંતુ જો તમારું બજેટ ટાઇટ હોય તો ટૂંક સમયમાં આ લિસ્ટમાં કેટલાક નવા ઓપ્શન્સ ઉમેરાવાના છે. આજે અમે તમને 5 અપકમિંગ SUV વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 10 લાખ રૂપિયાની અંદર હોઈ શકે છે. લિસ્ટ ચેક કરી લો.

1. રેનો કાઇગર (Renault Kiger)

નિસાને સબ 4 મીટર SUV સેગમેન્ટમાં મેગ્નાઈટ સાથે એન્ટ્રી કરી છે અને નિશાનની સિસ્ટર બ્રાન્ડ રેનો પણ કાઇગર લોન્ચ કરવા માટે તૈયાર છે. મેગ્નાઈટની જેમ કાઇગર પણ CMFA+ મોડ્યુલર પ્લેટફોર્મ બેઝ્ડ હશે, જેમાં મેગ્નાઈટની જેમ 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે. કાઇગરની મેન હાઈલાઈટ્સ તેની કિંમત હશે. કંપનીનો દાવો છે કે મેગ્નાઈટની જેમ કાઇગર પણ પોતાની કોમ્પિટિટરની સરખામણીએ ઘણી સસ્તી હશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈલેક્ટ્રિક સનરુફ જેવાં ફીચર મેગ્નાઈટમાં નથી મળ્યાં તો કાઇગરમાં જોવા મળી શકે છે.

2. ટાટા એચબીએક્સ (Tata HBX)

કંપનીએ પોતાની આ કોન્સેપ્ટ SUV ને ગત વર્ષે ઓટો એક્સ્પો 2020માં શૉકેસ કરી હતી. તેને HBX કોડનેમ અપાયું છે. તેનું પ્રોડક્શન રેડી મોડેલ ભારતમાં ઘણી વાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થયું છે. રિપોર્ટ પ્રમાણે, તેને એપ્રિલ અથવા મેની આસપાસ ‘હોર્નબિલ’ નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. કારમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીથી સજ્જ ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED DRLના સાથે સ્પ્લિટ હેડલેમ્પ અને હરમન સોર્સ ઓડિયો સિસ્ટમ મળી શકે છે.

3.હ્યુન્ડાઈ AX (Hyundai AX)

હ્યુન્ડાઈ પણ પોતાની સબ-ફોર SUV પર તડામાર કામ કરી રહી છે. તેને AX1 નામ આપ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર આ કાર જોવા મળી ચૂકી છે. રિપોર્ટ પ્રમાણે, આ સેન્ટ્રોની જેમ 1 પ્લેટફોર્મ અને હ્યુન્ડાઈની ફેશન ડિઝાઈન સાથે આવશે. જેને લીધે આ સેગમેન્ટમાં એક બેંચમાર્ક સેટ કરશે. તેને 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, 5 સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શન ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

4. સિટ્રોન C3 (Citroen C3)

સી-ક્યુબ્ડ પ્રોગ્રામ હેઠળ ભારતીય માર્કેટમાં સિટ્રોનની પ્રથમ પ્રોડક્ટ C3 હોઈ શકે છે, જો કે, આ પહેલાં કંપની તેની C5 એરક્રોસને ભારતમાં લોન્ચ કરશે. C3 (જેને C21 કોડનેમ આપવામાં આવ્યું છે) ગયા વર્ષે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી અને આશા છે કે આ વર્ષના મિડ પછી લોન્ચ થઈ શકે છે. C3 કંપનીના CMP પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે અને તે કંપનીના 1.2 લિટર, 3 સિલિન્ડર પ્યોરટેક પેટ્રોલ એન્જિન સાથે આવશે. અન્ય સિટ્રોન મોડેલની જેમ C3 કર્વી બોડી ડિઝાઈન અને સ્પોર્ટી એક્સટીરિયરથી સજ્જ હશે. સબ-ફોર મીટર SUVમાં LED DRLથી સજ્જ સ્પ્લિટ હેડમેપ મળશે.

5. ફોર્ડ ઇકોસ્પોર્ટ ફેસલિફ્ટ (Ford EcoSport facelift)

ફોર્ડ ઇકોસ્પોર્ટ એ દેશની સૌથી જૂની સબ-ફોર મીટર SUVમાંની એક છે. જો કે, આ SUVને હજી સુધી કોઈ જનરેશનલ અપડેટ મળી નથી. સેગમેન્ટમાં વધેલી કોમ્પિટીશનને કારણે ઇકોસ્પોર્ટ હવે તેના કોમ્પિટીટર્સની સરખામણીએ આઉટડેટેડ થઈ ચૂકી છે. કંપની હવે તેના ફેસલિફ્ટ પર કામ કરી રહી છે, જે ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફેસલિફ્ટ મોડેલમાં મોટી ગ્રિલ સાથે સ્પોર્ટ ફ્રંટ બંપર અને રિ-સ્ટાઇલ હેડલેમ્પ સહિત 360 ડિગ્રી કેમેરા જેવાં ઘણાં નવાં ફીચર્સ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser