હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે (HMIL) ભારતમાં ન્યૂ જનરેશન હ્યુન્ડાઈ વર્ના (Hyundai Verna)નું બુકિંગ આજે (2 માર્ચ)થી શરુ કરી દીધું છે. તેની સાથે જ કંપનીએ કારની અમુક માહિતી પણ શેર કરી હતી. સિડેન સેગ્મેન્ટની આ કાર કંપની 21 માર્ચના રોજ લોન્ચ કરશે. ન્યૂ જનરેશનની વર્નાની ટક્કર હોન્ડા સિટી સાથે થશે, જેના ફેસલિફ્ટ વર્ઝનને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી ચૂક્યું છે.
ઓલ-ન્યૂ હ્યુન્ડાઈ વર્નાને એક ફ્યૂચરિસ્ટિક ન્યૂ લેન્ગવેજ ડિઝાઈન આપવામાં આવી છે. કંપનીએ ઓલ ન્યૂ હ્યુન્ડાઈ વર્નાની વ્હીલબેઝ 70mm અને પહોળાઈ 35mm વધારી છે. તેનાથી કારની કેબિન સ્પેસ પણ વધી છે. હવે વર્નાનું વ્હીલબેઝ 2670mm અને તેની પહોળાઈ 1765mm થઈ ગઈ છે.
લાઉન્જ જેવી આરામદાયક હશે સેકન્ડ રૉ ની સીટ
કારની સેકન્ડ રૉની સીટનાં પેસેન્જર્સ માટે આ જગ્યા બેસ્ટ હશે, જ્યાં તમને લાઉન્જ જેવો આરામ મળશે. આ કારમાં ફ્રન્ટ અને રિયર સીટના પેસેન્જર્સ માટે સારો એવો શોલ્ડર રુમ, સુપીરિયર લેગ રુમ અને ની રુમ મળશે. કારની બૂટસ્પેસ હવે 528 લિટરની થઈ ગઈ છે, જેથી કંપનીનો દાવો છે કે, આ સેગ્મેન્ટમાં તે સૌથી સારી છે.
વધુ પ્રીમિયમ થયુ હ્યુન્ડાઈ વર્નાનું ઈન્ટીરિયર
આ કારમાં સ્ટોરેજ ઓપ્ટિમાઈઝેશન અને યૂટિલિટી સ્પેસ જેમ કે, વાઈડર ટ્રંક ઓપનિંગ, ફોન હોલ્ડર, મલ્ટી-બોલ્ટ હોલ્ડર, મલ્ટી-પર્પઝ કન્સોલ અને કૂલ્ડ ગ્લવબોક્સની સુવિધા છે. કારમાં એક ઈન્ટીગ્રેટેડ ડિસ્પ્લે અને સ્લિમ એર વેંટ્સ આપવામાં આવ્યા છે, જે લક્ઝરી કાર જેવા લે-આઉટમાં લોન્ચ કરવામાં આવશે. આ કારને ડ્યુઅલ-ટોન બેઝ અને બ્લેક ઈન્ટિરિયર અને લેધર અપહોલ્સ્ટ્રી સાથે લોન્ચ કરવામાં આવશે. ડેશબોર્ડ ડિઝાઈનમાં સોફ્ટ ટચ મટિરિયલ યૂઝ કરવામાં આવ્યું છે.
ડિઝલ એન્જિનનો વિકલ્પ નહીં મળે
હ્યૂન્ડાઈ ન્યૂ જનરેશન વર્નામાં 1.5 લિટરનું નેચ્યુરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 1.5 લિટરનું જ ટર્બો પેટ્રોલ એન્જિન આપી શકાય છે, પરંતુ ડિઝલ એન્જિનને દૂર કરવામાં આવ્યું છે. આ એન્જિનની સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ, DCT અને CVTનો વિકલ્પ મળશે. હ્યુન્ડાઈ ઈન્ડિયાએ પોતાના ચેન્નઈ ખાતેના પ્લાન્ટમાં ભારતીય અને ગ્લોબલ માર્કેટ માટે નવી વર્નાનું ઉત્પાદન શરુ કરી દીધું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપની એપ્રિલથી કારની ડિલિવરી શરુ કરી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.