જૂન ઓટો સેલ્સ ડેટા:મારુતિની 1.55 લાખ કાર વેચાઈ તો ટાટા મોટર્સનું વેચાણ 78% વધ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ જૂનમાં થયેલાં વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ ડેટા મુજબ કિયા મોટરમાં 60%નો શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. કિયાએ 15,015 કાર વેચી હતી તો બીજી તરફ જૂનમાં મારુતિ સુઝુકીનું ટોટલ હોલસેલ વેચાણ 5.7% વધીને 1,55,857 યુનિટ થયું છે. કંપનીને વાર્ષિક 5.7% નો વધારો મળ્યો છે. જો કે, ટુ-વ્હીલર કંપની બજાજ ઓટો માટે છેલ્લો મહિનો જૂન 2021 ની જેમ જ રહ્યો હતો. MG મોટરમાં પણ ગયા મહિને 27 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ કે કઈ કંપનીએ જૂનમાં કેટલા વાહનો વેચ્યા હતા?

મારુતિ સુઝુકીનું વેચાણ
જૂનમાં મારૂતિનું કુલ હોલસેલ વેચાણ 5.7 ટકા વધીને 1,55,857 યૂનિટ રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ જૂન 2021માં તેણે ડીલર્સને 1,47,368 યુનિટની ડિલિવરી આપી હતી. મે મહિનામાં તેનું સ્થાનિક વેચાણ 1.28% વધીને 1,32,024 યુનિટ થયું હતું, જૂન 2021માં 1,30,348 યુનિટ વેચાયા હતા. નાની કારના વેચાણમાં અલ્ટો અને એસ-પ્રેસોનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને આ કારનું વેચાણ 14,442 યુનિટ રહ્યું હતું, જે ગયા વર્ષે જૂનમાં 17,439 યુનિટ હતું.

કોમ્પેક્ટ સેગ્મેન્ટમાં સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયરની સારી ડિમાન્ડ રહી હતી. તેનું વેચાણ વધીને 77,746 યુનિટ થયું છે, જે ગયા મહિને 68,849 યુનિટ હતું. જો કે, વિટારા બ્રેઝા, એસ-ક્રોસ અને અર્ટિગા જેવી યુટિલિટી કારનું વેચાણ ઘટીને 18,860 યુનિટ થયું હતું, જે ગયા વર્ષે આ જ મહિનામાં 28,172 હતું.

ટાટા મોટર્સનું વેચાણ
ટાટા મોટર્સનું જૂનમાં કુલ વેચાણ વર્ષના આધાર પર 78.4 ટકા વધીને 82,462 યૂનિટ રહ્યું છે. કંપનીએ જૂન 2021માં 46,210 યુનિટનું વેચાણ કર્યું હતું. જૂન 2022માં કંપનીનું કુલ સ્થાનિક વેચાણ 82% વધીને 79,606 એકમ થયું છે, જે જૂન 2021માં 43,704 યુનિટ હતું. જૂન 2022માં કંપનીના કુલ સ્થાનિક પેસેન્જર વાહનોના વેચાણમાં વર્ષના આધાર પર 87% નો વધારો જોવા મળ્યો છે અને તે જૂન 2021માં 24,110 યુનિટથી વધીને 45,197 યુનિટ થઈ ગયો છે.

કિયા ઇન્ડિયા સેલ્સ
કિયા ઇન્ડિયાએ જૂનમાં સૌથી વધુ માસિક હોલસેલ વેચાણ 24,024 યુનિટ નોંધાવ્યું હતું, જે 2021માં સમાન સમયની તુલનામાં 60% વધારે છે. જૂન 2021માં કાર ઉત્પાદકે ડીલરોને 15,015 કાર પહોંચાડી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે, તેણે 2022ના પ્રથમ છમાસિક ગાળા દરમિયાન સ્થાનિક બજારમાં 1,21,808 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, તે વેચાણના એક લાખના માઈલસ્ટોનને વટાવી ગયું હતું. જૂનમાં સેલ્ટોસના 8,388 યુનિટ્સ અને કેરેન્સના 7,895 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ સાથે જ સોનેટના 7455 યુનિટ અને કાર્નિવલના 285 યુનિટ વેચાયા હતા.

બજાજ ઑટોનું વેચાણ
ગયા મહિને બજાજ ઑટોનું વેચાણ જૂન 2021ની જેમ જ હતું. કંપનીએ ગયા વર્ષે જૂનમાં 3,46,136 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ગયા મહિને 3,47,004 યુનિટ હતું. કંપનીએ કહ્યું કે, જૂનમાં ઘરેલુ વેચાણ 15 ટકા ઘટીને 1,38,351 યૂનિટ રહ્યું છે. જે જૂન 2021માં 1,61,836 યુનિટ હતું. જો કે, નિકાસ 13 ટકા વધીને 2,08,653 યૂનિટ રહી છે, જે જૂન 2021માં 1,84,300 હતું. કંપનીએ જૂન 2022 માં નિકાસ સહિત કુલ 3,15,948 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષની તુલનામાં 2% વધારે છે. જો કે, ઘરેલું ટુ-વ્હીલરનું વેચાણ જૂન 2021માં 1,55,640 યુનિટથી 20% ઘટીને 1,25,083 યુનિટ પર આવી ગયું છે.

MG મોટરનું વેચાણ
MG મોટર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તેનું રિટેલ વેચાણ 27 ટકા વધીને 4,503 યુનિટ થયું છે. ગયા વર્ષે આ જ મહિના દરમિયાન તેણે રિટેલમાં 3,558 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીએ કહ્યું કે, તમામ મોડલ્સમાં વેચાણની સ્પીડમાં ચિપની ઉપલબ્ધતાને કારણે થોડો સુધારો થયો છે. જૂનમાં, કંપનીને હેક્ટરના 4,000 યુનિટ્સ અને ઇલેક્ટ્રિક SUV ZS EVના 1,000 યુનિટનું બુકિંગ મળ્યું હતું. MG મોટર ઈન્ડિયાના જણાવ્યા મુજબ ઉત્પાદન અને સપ્લાઈ સિરિઝમાં હજુ પણ ગાબડું છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં સુધારો થવાની ધારણા છે.