• Gujarati News
  • Utility
  • Automobile
  • Whether It's AK 47 Bullets Or Bombs, PM Modi's Mercedes Maybach S650 Will Fail Against The Guard, Check Out The Other Safety Features Of This New Modi Car.

સેફેસ્ટ કાર:AK-47ની ગોળીઓ હોય કે બોમ્બ, PM મોદીની નવી મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ સામે ફેલ થઈ જશે, અન્ય સેફ્ટી ફીચર્સ ચેક કરી લો

9 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી મર્સિડીઝ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમની સુરક્ષા માટે આ નવી કાર લાવવામાં આવી છે. એનો મોડલ નંબર મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ છે. આ કાર પ્રીમિયમ અને હાઈટેક ફીચર્સથી સજ્જ છે. જોકે આ કારની સૌથી મહત્ત્વની વાત એ છે કે એ બુલેટ અને બોમ્બબ્લાસ્ટથી બિનઅસરકારક છે. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી પહેલીવાર આ કારમાં જોવા મળ્યા હતા. મોદીની આ નવી કારમાં શું ખાસ છે ચાલો, જાણીએ.

PM મોદીની ન્યૂ મર્સિડીઝ મેબેક S650 ગાર્ડનાં સેફ્ટી ફીચર્સ

  • આ કારમાં હાઇ લેવલ સેફ્ટી પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કારના વિંડો ગ્લાસ અને બોડી શેલ એટલા મજબૂત છે કે એની પર AK-47 જેવી બંદૂકની ગોળી પણ કોઈ અસર નથી કરતી.
  • કારને એક્સપ્લોસિવ રેઝિસ્ટન્ટ વ્હીકલ 2010 રેટિંગ મળ્યાં છે. એમાં બેઠેલી વ્યક્તિ માત્ર 2 મીટરના અંતરે 15 કિલો સુધીનો TNT વિસ્ફોટ થાય તોપણ સુરક્ષિત રહી શકે છે.
  • ગાડીની વિંડો પર પોલિકાર્બોનેટનો સ્તર છે. એનાથી વધુ એક લેયર સેફ્ટી મળે છે. ગેસનો હુમલો થાય તો કેબિનને અલગથી એર સપ્લાય પણ મળે છે.
  • મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ સ્પેશિયલ રન ફ્લેટ ટાયર્સ પર પણ ચાલી શકે છે, તેથી જો કોઈ બોમ્બ ફૂટ્યો અને ટાયર્સ ડેમેજ થયાં તોપણ આ ગાડી સ્પીડમાં દોડી શકે છે.
  • કારની ફ્યૂલ ટેંકમાં એક સ્પેશિયલ એલિમેન્ટ કોટ આપવામાં આવ્યો છે, જે ગોળી વાગવાથી પડેલા કાણાંને રિપેર કરીને સીલ કરી દે છે. આ કોટ બોઇંગ AH-64, અપાચે ટેંક એટેક હેલિકોપ્ટર્સમાં ઉપયોગમાં આવનારી સામગ્રીથી બનેલો હોય છે.

એન્જિન અને ઇન્ટીરિયર
આ હાઈ લેવલ સિક્યોરિટી કારમાં 6.0-લિટર ટ્વિન-ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે. એ 516bhpનો પાવર અને 900Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. કારની ટોપ સ્પીડ 160 kmph છે.
કારની અંદર મસાજ સીટ આપવામાં આવી છે, જે પ્રવાસ દરમિયાન પેસેન્જરનો થાક દૂર કરશે. પેસેન્જર જરૂરિયાત મુજબ લેગરૂમ વધારી શકે છે. કારની પાછળની સીટ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

કિંમત
મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ એ ફેસલિફ્ટ મોડલ છે, જેની કિંમત આશરે રૂ. 12 કરોડ છે. અન્ય કોઈપણ કારની તુલનામાં એ હાઈ ક્વોલિટીની સેફ્ટી ધરાવે છે. મર્સિડીઝ મેબેકે ગયા વર્ષે S600 ગાર્ડ ઇન્ડિયન માર્કેટમાં 10.5 કરોડ રૂપિયામાં લોન્ચ કરી હતી.

ગાડીઓનું અપગ્રેડેશન SPG નક્કી કરે છે
નવી કારનું અપગ્રેડેશન સામાન્ય રીતે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા કરવામાં આવે છે, જે દેશના રાજ્યના વડાઓની સુરક્ષાનું ધ્યાન રાખે છે. SPG નક્કી કરે છે કે શું રાજ્યના વડાને સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વાહન અપગ્રેડ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં હવે PM મોદીના કાફલાનાં વાહનોને અપગ્રેડ કરવામાં આવ્યાં છે. મર્સિડીઝ મેબેક S650 ગાર્ડને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રૂઝરથી અપગ્રેડ કરવામાં આવી છે.

PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કોર્પિયોમાં મુસાફરી કરતા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે BMW 7 સિરીઝ હાઈ-સિક્યોરિટી એડિશનનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમયાંતરે કારને અપગ્રેડ કરવામાં આવતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...