ઓટો બાઇંગ ગાઇડ:વોશેબલ ફેસ માસ્ક ઠંડા પવન સાથે કોરોના વાઇરસથી પણ બચાવશે, પ્રારંભિક કિંમત 250 રૂપિયા

2 વર્ષ પહેલા

શિયાળામાં ઠંડીથી બચવા માટે હેલ્મેટની સાથે ફેસ માસ્ક પણ જરૂરી છે. આજકાલ લોકો કોરોના વાઇરસથી બચવા માટે ફેસ માસ્કનો ઉપયોગ પણ કરી રહ્યા છે. અહીં અમે આવા ફેસ માસ્ક વિશે વાત કરી રહ્યા છીએ જે તમને ઠંડા પવનની સાથે વાઇરસથી પણ બચાવશે.

1. ફ્રી સાઇઝ ડસ્ટપ્રૂફ માસ્ક
કિંમત: આશરે 250 રૂપિયા

આ એક ફ્રી સાઇઝનો ડસ્ટપ્રૂફ માસ્ક છે, જે દરેકના ચહેરા પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. આ માસ્કથી નાક, મોં, કાન, ગળા સંપૂર્ણ રીતે પેક થઈ જાય છે. એટલે કે ધૂળ અને હવા સાથે બીજી ગંદકી પણ અંદર જઈ શકશે નહીં. માત્ર આંખનો એરિયા જ ખુલ્લો જ રહે છે. ખાસ વાત એ છે કે તમે આ માસ્ક ઉપર હેલ્મેટ પણ પહેરી શકો છો. તેનું મટિરિયલ કપડાંનું હોય છે અને તેથી તેને ધોઈ પણ શકાય છે. તેને ફોલ્ડ કરીને તેને માથાં પર પણ લગાવી શકાય છે.

2. 3-ઇન-1 ફેસ શિલ્ડ
કિંમતઃ આશરે 800 રૂપિયા

આ ફેસ શિલ્ડ ABS મટિરિયલ સાથે આવે છે. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ 3 રીતે કરી શકાય છે. તેમાં ગોગલ અને ફેસ માસ્ક ડિટેચેબલ હોય છે. એટલે કે તમે ફક્ત ગોગલ્સ અથવા માસ્કનો ઉપયોગ કરી શકો છો. માસ્કના મોંના એરિયા તરફ જાળીવાળો પાર્ટ હોય છે, જેમાંથી હવા પસાર થાય છે. આ કારણોસર રાઇડિંગ વખતે શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થતી. તેમાં જાળી હોય છે જે ગંદકીને રોકી લે છે. તેને હેલ્મેટ સાથે વાપરી શકાય છે.