• Gujarati News
  • Utility
  • Automobile
  • Volkswagen's 'Taigun' Will Be Launched In The Market On September 23, With The New Logo, Customers Will Be Able To Buy The Car In Two Engine Options.

કન્ફર્મ:ફોક્સવેગનની 'ટાઇગુન' 23 સપ્ટેમ્બરે માર્કેટમાં લોન્ચ થશે, નવા લોગો સાથે ગ્રાહકો બે એન્જિન ઓપ્શનમાં આ કાર ખરીદી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર પછી ઓટો ઇન્ડસ્ટ્રીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર વેચાણના આંકડાઓ જ નહીં નવી ગાડીઓનું લિસ્ટ પણ લાંબું થઈ રહ્યું છે. ફરીથી આ સેક્ટર ઊંચું આવતા ઓટોમોબાઇલ કંપનીઓ પોતાની નવી ગાડીઓ માર્કેટમાં લોન્ચ કરી રહી છે. આ વર્ષની મોસ્ટ અવેટેડ ગાડીઓમાંની એક ફોક્સવેગન ટાઈગુનની રાહ જોવાઈ રહી હતી. જે હવે પૂરી થવાના આરે છે. કંપનીએ આ કારની લોન્ચિંગ ડેટ જાહેર કરી છે. આ કારનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો આ કારને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી બુક કરાવી શકશે. ખરીદદારો માટે આ કાર 23 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહી છે.

કાર 1.0 લિટર થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવશે
કાર 1.0 લિટર થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવશે

કાર બે એન્જિન ઓપ્શનમાં આવશે
આ કાર બે એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. આ કાર 1.0 લિટર થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવવા જઈ રહી છે. આ બંને એન્જિન અનુક્રમે 115hp પાવર અને 150hp જનરેટ કરશે. આ બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ઓપ્શન સાથે આવવાના છે.

કાર સ્વદેશી MQB A0 IN પ્લેટફોર્મ હેઠળ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે
કાર સ્વદેશી MQB A0 IN પ્લેટફોર્મ હેઠળ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે

કારમાં ફોક્સવેગનનો નવો લોગો હશે
Volkswagen Taigunનું કોન્સેપ્ટ મોડેલ પહેલીવાર ગયા વર્ષે યોજાયેલા ઓટો એક્સપો 2020 દરમિયાન જોવા મળ્યું હતું. હવે ચર્ચાઈ રહ્યું છે કે 18 ઓગસ્ટથી આ કારનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને આવતા મહિને તે ભારતના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. ફોક્સવેગન ટાઇગુન નવા લોગો અને સ્વદેશી MQB A0 IN પ્લેટફોર્મ હેઠળ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થશે. આ કારને Volkswagen Groupના INDIA 2.0 પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવશે. આ વર્ષે આ જ પ્લેટફોર્મ પર Kushaq SUV કાર લોન્ચ થઈ ચૂકી છે.

કારમાં 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
કારમાં 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે
આ કારમાં ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ પેડ, USB ટાઇપ-C પોર્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, સનરૂફ, એન્જિન પુશ સ્ટાર્ટ બટન, મલ્ટીપલ એરબેગ્સ, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ, ડ્યુઅલ લેન્સ જેવાં ફીચર્સ મળશે. આ ઉપરાંત, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED DRL, ડ્યુઅલ સ્લેટ ક્રોમ ગ્રિલ, ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, શાર્ક ફિન એન્ટિના સહિત ઘણાં સ્પેશિયલ ફીચર્સ પણ હશે.

અન્ય સમાચારો પણ છે...