ન્યૂ લોન્ચ / ફોક્સવેગનની ID.3 ઈલેક્ટ્રિક કાર લોન્ચ થઈ, સિંગલ ચાર્જ પર 110 કિમી ચાલશે

Volkswagen's ID.3 electric car launches, running 110km on a single charge

Divyabhaskar.com

Sep 11, 2019, 11:50 AM IST

ઓટો ડેસ્કઃ ફોક્સવેગને તેની પહેલી ઈલેક્ટ્રિક કાર ID.3 લોન્ચ કરી દીધી છે. 2019 ફ્રેંકફર્ટ મોટર શોમાં રજૂ કરવામાં આવેલી ફોક્સવેગન I.D 3 ઈલેક્ટ્રિક કાર ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં ID.3 First, ID.3 First Plus અને ID.3 First Max સામેલ છે. તેની રેન્જ 330 કિલોમીટરથી 550 કિલોમીટરની વચ્ચે છે. આ ઈલેક્ટ્રિક કારની પ્રારંભિક કિંમત 30 હજાર યુરો એટલે કે આશરે 23.80 લાખ રૂપિયા છે.

ફોક્સવેગન ID.3ના બેઝ વેરિઅન્ટ ID.3 Firstમાં 45 kWhની બેટરી આપવામાં આવી છે, જે ફુલ ચાર્જ પર 330 કિલોમીટર સુધી ચાલશે. ID.3 First Plus વેરિઅન્ટ 58 kW બેટરી સાથે ઉપલબ્ધ છે, જેની રેન્જ 420 કિલોમીટર છે. ટોપ વેરિઅન્ટ ID.3 First Plusમાં 77 kWhની બેટરી આપવામાં આવી છે અને આ ફુલ ચાર્જ પર 550 કિલોમીટરનું અંતર કાપશે. એકવાર આ કાર ભારતમાં આવી જાય પછી તેનાં ટોપ મોડલને એકવાર ફુલ ચાર્જ કરીને ક્યાંય રોકાયા વગર દિલ્હીથી લખનૌ (554.7 કિ.મી.)નું અંતર કાપી શકાશે. કંપનીનો દાવો છે કે, 100 kWનાં ફાસ્ટ-ચાર્જરથી 30 મિનિટના ચાર્જિંગ પર આ કાર આશરે 290 કિલોમીટર સુધી ચાલશે.

ડિઝાઇન અને ઈન્ટિરિયર​​​​​​​

ફોક્સવેગન ID.3 ઈલેક્ટ્રિક હેચબેક કાર છે. કોમ્પેક્ટ હોવા છતાં તેમાં સેગમેન્ટ અનુસાર પૂરતી જગ્યા છે. કારમાં LED હેડલાઇટ્સ છે, જે એક ક્રોમ સ્ટ્રિપનાં માધ્યમથી એકબીજા સાથે જોડાયેલી છે. સ્ટ્રિપની વચ્ચે ફોક્સવેગનનો નવો લોગો આપવામાં આવ્યો છે. આ ઈલેક્ટ્રિક કારની અંદર કોઈ બીજી હેચબેકની સરખામણીએ વધુ જગ્યા આપવામાં આવી છે. તેમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે. કારમાં ફુલ કલર ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને 10 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

ફોક્સવેગને આ કારની કેબિન એકદમ હાઈ ટેક બનાવી છે. હેઝાર્ડ લાઇટ્સ અને વિન્ડો સિવાય બાકીના તમામ કન્ટ્રોલ્સ માટે ટચ સેન્સિટિવ બટન્સ આપવામાં આવ્યાં છે. કારમાં ID.3 એપની મદદથી સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે.

ફીચર્સ

આ કારના બેઝ વેરિઅન્ટમાં નેવિગેશન સિસ્ટમ, DAB+ ડિજિટલ રેડિયો, હીટેડ સીટ્સ અને 18 ઈંચનાં એલોય વ્હીલ્સ મળશે. ફર્સ્ટ પ્લસ વેરિઅન્ટમાં ક્રુઝ કન્ટ્રોલ, રીઅર વ્યૂ કેમેરા, કી-લેસ એન્ટ્રી, 2 USB પોર્ટ, એમ્બિઅન્ટ લાઇટિંગ અને 19 ઈંચનાં એલોય વ્હીલ્સ હશે. ટોપ વેરિઅન્ટમાં હેડ્સ-અપ ડિસ્પ્લે, બીટ્સ સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને 20 ઈંચનાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

X
Volkswagen's ID.3 electric car launches, running 110km on a single charge
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી