ભારતમાં ઈલેક્ટ્રિકલ માર્કેટમાં વધતા બજારમાં તડકો લગાવવા માટે ફોક્સવેગન એક મોટો દાવ રમી રહ્યુ છે. ટાટા નેક્સોન EV, ટિયાગો EV અને XUV 400 EV ને ટકકર આપવા માટે ફોક્સવેગને પોતાની નવી ID 2All ઈલેક્ટ્રિક કાર રિવીલ કરી. આ કારની બે એવી વાતો છે કે, જે તેને અન્ય કારોની તુલનામાં વિશેષ બનાવશે. એક તો તેની રેન્જ જે કોઈપણ કાર કરતા વધુ છે અને બીજી તેની કિંમત જેના વિશે કંપની એવો દાવો કરી રહી છે કે, તે તેની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર હશે. કંપનીએ ID 2All ઈલેક્ટ્રિક કાર રિવીલ કરવાની સાથે એવી જાહેરાત પણ કરી છે કે, ફોક્સવેગન 2026 સુધીમાં 11 ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે.
450 કિમીની રેન્જ
કંપનીનો દાવો છે કે, ID 2All ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 450 કિમીની રેન્જ આપશે. બીજી તરફ કંપનીએ એક બીજો મોટો દાવો એ પણ કરેલો છે કે, આ કારની કિંમત ₹22 લાખની આસપાસ હશે અને તે કંપનીની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર હશે. કંપનીએ આ કારને વર્ષ 2025 સુધીમાં યૂરોપિયન માર્કેટમાં લોન્ય કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે, ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સ્પષ્ટતા કરી નથી.
સંભવિત ફીચર્સ
કંપનીએ હાલ કારનાં ફીચર્સ વિશે કોઈ જાણકારી આપી નથી પણ જો સૂત્રોની માનીએ તો તેમાં વર્લડ ક્લાસ ફીચર્સ હશે. કારમાં ઈમ્પ્રૂવ્ડ અને મોટી ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તેની સાથે જ કારમાં એમ્બિએન્સ લાઈટિંગ, લેધર, અપહોલ્સ્ટ્રી, વોઈસ કમાન્ડ જેવા ફીચર્સ હશે. આ કારમાં લેગ સ્પેસ વધારવા માટે અપફ્ર્ન્ટ સીટ્સ આપવામાં આવશે. આ સાથે જ બેકસીટમા પણ કૂલ્ડ ગ્લવબોક્સ હશે.
હેચબેક સેગ્મેન્ટ સાથે ટકકર થશે
ફોક્સવેગનની આ કાર લોન્ચ થતાની સાથે જ અનેક મોટી કંપનીઓની ઈલેક્ટ્રિક હેચબેકની સાથે જ SUV સેગ્મેન્ટ પર પણ મોટો વાર કરશે. જો કે, આ કારની કિંમતને લઈને હજુ ઘણી બધી શંકાઓ ઘેરાઈ રહી છે. જો આ કાર 20 લાખથી ઓછી રેન્જમાં ભારતમાં લોન્ચ થાય તો તે અનેક કારને ટક્કર આપી શકે પરંતુ, ફોક્સવેગન તેને પ્રીમિયમ કેટેગરીમાં રાખવા માગે છે અને યૂરોપિયન માર્કેટમાં પહેલા લોન્ચ કરવાની તૈયારીમાં છે અને જો આવુ થશે તો ભારતમાં આ કારની કિંમત વધુ જ રહેવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.