જર્મન કંપની ફોક્સવેગને ઇન્ડિયન માર્કેટમાં તેની મોસ્ટ અવેટેડ SUV ટાઇગુન લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને ડાયનામિક અને પર્ફોર્મન્સ લાઇનમાં લોન્ચ કરી છે. બંને લાઇનમાં 2 એન્જિન ઓપ્શન મળશે. આ કારની પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, તેની સર્વિસનો ખર્ચ કિમી દીઠ માત્ર 37 રૂપિયા છે. આ કાર કુરકુમા યલો, કેન્ડી વ્હાઇટ, વાઇલ્ડ ચેરી રેડ, કાર્બન સ્ટીલ ગ્રે અને રિફ્લેક્સ સિલ્વર કલર ઓપ્શનમાં ખરીદી શકાશે.
વેરિઅન્ટ પ્રમાણે કિંમત
ડાયનેમિક લાઇનનાં તમામ વેરિઅન્ટની કિંમત | |||
લાઇન | વેરિઅન્ટ | એન્જિન | કિંમત (રૂપિયામાં) |
કમ્ફર્ટ લાઇન | મેન્યુઅલ | 1.0 TSI | 10,49,900 |
હાઇ લાઇન | મેન્યુઅલ | 1.0 TSI | 12,79,900 |
હાઇ લાઇન | ઓટોમેટિક | 1.0 TSI | 14,09,900 |
ટોપ લાઇન | મેન્યુઅલ | 1.0 TSI | 14,56,900 |
ટોપ લાઇન | ઓટોમેટિક | 1.0 TSI | 15,90,900 |
પર્ફોર્મન્સ લાઇનનાં તમામ વેરિઅન્ટની કિંમત | |||
લાઇન | વેરિઅન્ટ | એન્જિન | કિંમત (રૂપિયામાં) |
GT | મેન્યુઅલ | 1.5 TSI | 14,99,900 |
GT પ્લસ | DSG | 1.5 TSI | 17,49,900 |
મેન્ટેનન્સનો ખર્ચ કિમી દીઠ 37 પૈસા
કંપનીએ જણાવ્યું કે, ફોક્સવેગન ટાઇગુનનાં 1.0 TSI એન્જિનનાં મેન્ટેનન્સનો ખર્ચ કિમી દીઠ 37 પૈસા થાય છે. તેમજ, 1.5 TSIનાં મેન્ટેનન્સનો ખર્ચ કિમી દીઠ 40 પૈસા છે. કંપની ગાડી માટે ટાઇગુન લોયલ્ટી પ્રોગ્રામ પણ લાવી છે, જેમાં ગ્રાહક વોરંટી 7 વર્ષ સુધી એક્સટેન્ડ કરાવી શકશે. તેની પ્રારંભિક કિંમત 11,999 રૂપિયા છે. વિવિધ એન્જિન પ્રમાણે સર્વિસ વેલ્યૂ પેકેજના ભાવ પણ અલગ છે.
એન્જિન ડિટેલ્સ
આ SUV બે એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં પહેલું 1.0-લિટરનું થ્રી-સિલિન્ડર TSI EVO એન્જિન છે. તેનો મેક્સિમમ પાવર 115PS અને મેક્સિમમ ટોર્ક 178NM છે. એન્જિનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેને મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનમાં ખરીદી શકાશે. કારમાં બીજો ઓપ્શન 1.5-લિટરનું ફોર સિલિન્ડર TSI EVO એન્જિન છે. તેનો મેક્સિમમ પાવર 150PS અને મેક્સિમમ ટોર્ક 250NM છે. તેનાં મેન્યુઅલ વેરિઅન્ટને 6-સ્પીડ ગિયરબોક્સ અને ઓટોમેટિક વેરિઅન્ટને 7-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કારની મેક્સિમમ એવરેજ 18.47 km/l છે.
એક્સટિરિયર અને સેફ્ટી
ફોક્સવેગન ટાઇગુનમાં LED હેડલાઇટ્સ, LED ડેટાઇમ રનિંગ લેમ્પ, 17-ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, સ્પોર્ટી બ્લેક એલિમેન્ટ સાથે LED ટેલલાઇટ, ક્રોમ ફિનિશ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે તેમાં બ્રેક ડિસ્ક વાઇપિંગ, હિલ હોલ્ડ કન્ટ્રોલ, રિવર્સ કેમેરા, ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ, ટાયર પ્રેશર ડિફ્લેક્શન વોર્નિંગ, 6 એરબેગ્સ, હાઇડ્રોલિક બ્રેક બુસ્ટિંગ, મલ્ટિ કોલિઝન બ્રેક્સ જેવાં ફીચર્સ મળશે. આ સાથે, તેમાં 20.32cm TFT ડિજિટલ કોકપિટ, ફોર એપ્સ, વાયરલેસ એપ કનેક્ટ અને વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે.
12,221 યૂનિટનું પ્રિ-બુકિંગ
કંપનીના જણાવ્યાનુસાર, ફોક્સવેગન ટાઇગુનને લોન્ચિંગ પહેલાં જ હજારો બુકિંગ મળી ચૂક્યાં છે. દેશના 8 શહેરોમાંથી તેને કુલ 12,221 પ્રિ-બુકિંગ મળ્યાં છે. તેમાં કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, ચંડીગઢ જેવાં શહેરોનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.