તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફોક્સવેગને ઇન્ડિયન માર્કેટમાં Polo અને Ventoના લિમિટેડ એડિશન મોડેલ લોન્ચ કર્યાં છે. આ ગાડીઓને Volkswagen Polo TSI અને Vento TSI નામથી માર્કેટમાં ઉતારવામાં આવ્યાં છે. TSI એડિશન પોલોની કિંમત 7.89 લાખ રૂપિયા અને વેન્ટોની કિંમત 10.99 લાખ રૂપિયા છે. ફોક્સવેગન ઇન્ડિયાના વેબસાઇટ પરથી આ બંને કાર્સનું બુકિંગ કરી શકાશે.
એન્જિન ડિટેલ્સ
ફોક્સવેગનની આ બંને લિમિટેડ એડિશન કાર્સમાં BS6 કમ્પ્લાયન્ટ 1.0 લિટરનું TSI ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 110hp પાવર અને 175Nm ટોર્ક જનરેટ કરે ચે. બંને મોડેલ્સ સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. TSI એડિશન પોલો અને વેન્ટોમાં ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન નથી.
એવરેજ
ફોક્સવેગનનો દાવો છે કે, પોલો TSIની એવરેજ 18.24 કિમી અને વેન્ટો TSIની એવરેજ લિટર દીઠ 17.69 કિમી છે.
સ્ટાન્ડર્ડ મોડેલથી કિં મત ઓછી
લિમિટેડ એડિશન Polo TSI અને Vento TSI મોડેલ્સ સ્ટાન્ડર્ડ પોલો અને વેન્ટોના ટોપ વેરિઅન્ટ Highline Plus પર આધારિત છે. તેના ઇક્વિપમેન્ટ સ્ટાન્ડર્ડ મોડેલના Highline Plus વેરિઅન્ટવાળા જ છે. જો કે, લિમિટેડ એડિશન મોડેલ્સની કિંમત તેના સમાન સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં ઓછી છે. Polo TSIની કિંમત સ્ટાન્ડર્ડ પોલો Highline Plus વેરિઅન્ટ કરતાં 13 હજાર રૂપિયા ઓછી અને Vento TSIની કિંમત વેન્ટો Highline Plus વેરિઅન્ટ કરતાં 1 લાખ રૂપિયા ઓછી છે.
લુક
ફોક્સવેગન પોલો અને વેન્ટોના આ બંને નવાં મોડેલ્સમાં સ્ટાઇલિશ હનીકોમ્બ ગ્રિલ, સ્પોર્ટી બોડી સાઇડ ગ્રાફિક્સ, પેસેન્જર ડોર્સ પર બોલ્ડ TSI બેજ, બ્લેક આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર્સ, ગ્લોસી બ્લેક રૂફ અને ગ્લોસી બ્લેક રિઅર સ્પોઇલર આપવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.