• Gujarati News
  • Utility
  • Automobile
  • Volkswagen Launches Polo And Ventoni Limited Run Edition In The Indian Market, With A Sporty Look Starting Price Of Rs 9.99 Lakh

ન્યૂ લોન્ચ:ફોક્સવેગને ઇન્ડિયન માર્કેટમાં પોલો અને વેન્ટોની લિમિટેડ રન એડિશન લોન્ચ કરી, સ્પોર્ટી લુકથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત 9.99 લાખ રૂપિયા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફોક્સવેગને ઇન્ડિયન માર્કેટમાં પોલો અને વેન્ટોની લિમિટેડ રન મેટ એડિશન લોન્ચ કરી છે. ફોક્સવેગન પોલોની મેટ એડિશન GT વેરિઅન્ટ 9.99 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. મેટ એડિશનમાં ફોક્સવેગન વેન્ટો હાઇલાઇન AT વેરિઅન્ટની કિંમત 11.94 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે મેટ એડિશનમાં હાઇલાઇન પ્લસ AT વેરિઅન્ટ 13.34 લાખ રૂપિયામાં આવે છે. નવી મેટ એડિશન સ્ટાન્ડર્ડ મોડેલની સરખામણીએ આશરે 15,000 રૂપિયા મોંઘી છે.

TSI ટેક્નોલોજીવાળું એન્જિન મળશે
TSI ટેક્નોલોજીવાળું એન્જિન મળશે

એન્જિન ડિટેલ્સ
મેટ ફિનિશમાં પોલો અને વેન્ટો સિડેનમાં કંપનીની TSI ટેક્નોલોજીવાળું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5000-5500 rpm પર 81 kWનો પીક પાવર અને 1750-4000 rpm પર 175 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

સ્પોર્ટી અને પ્રીમિયમ લુક મળશે
મેટ એડિશનનાં બંને વ્હીકલ્સમાં રૂફ, ફ્યુલ ફ્લેપ, ફ્રંટ અને રિઅર બંપર સહિત એક્સટિરિયર પર કાર્બન સ્ટીલ ગ્રે મેટ ફિનિશ આપવામાં આવ્યું છે, જ્યારે ORVM અને ડોર હેન્ડલ બ્લેક ગ્લોસી ફિનિશ સાથે આવે છે, જે વ્હીકલ્સને એક સ્પોર્ટી અને પ્રીમિયમ લુક આપે છે.

4 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી, 4 વર્ષનું રોડ સાઇડ આસિસ્ટન્ટ અને ત્રણ ફ્રી સર્વિસ મળશે
4 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી, 4 વર્ષનું રોડ સાઇડ આસિસ્ટન્ટ અને ત્રણ ફ્રી સર્વિસ મળશે

ઓનલાઇન અને ઓફલાઇન ડિલિવરી શરૂ
ફોક્સવેગન પોલો અને વેન્ટોની મેટ એડિશન 5 ઓક્ટોબરથી તમામ ડીલરશીપ પર અને ફોક્સવેગનના ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. કંપની બંને વ્હીકલ્સને ફોક્સવેગન સ્ટાન્ડર્ડ 4EVER કેર પેકેજ સાથે રજૂ કરી રહી છે, જેમાં 4 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી, 4 વર્ષનું રોડ સાઇડ આસિસ્ટન્ટ (RSA) અને ત્રણ ફ્રી સર્વિસ સામેલ છે.

ફીચર્સ
આ સિડેન કારની નવી મેટ એડિશનમાં ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર, લેધર સીટ અપહોલ્સ્ટ્રી, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 6.5 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફોક્સવેગન કનેક્ટ કનેક્ટિવિટી સૂટ, સ્ટિયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, રિઅર AC વેન્ટ્સ સાથે ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ અને હિલ સ્ટાર્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આસિસ્ટ, ઓટો ડિમિંગ ઇનસાઇડ મિરર અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવાં ફીચર્સ આપવામા આવ્યાં છે. હાઇલાઇન પ્લસ ટ્રિમ કેટલાક એડિશનલ ફીચર્સથી સજ્જ છે, જેમાં ઓટો લેવલિંગ ફંક્શન સાથે LED હેડલેમ્પ અને DRL, 16 ઇંચના એલોય વ્હીલ, રિઅર પાર્કિંગ કેમેરા અને 4 એરબેગ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...