પ્રોડક્શનમાં ઘટાડો:ફોક્સવેગન ઇલેક્ટ્રિક પાર્ટ્સની અછતનો સામનો કરી રહી છે, ડિમાન્ડ પ્રમાણે સેમીકન્ડક્ટર નથી મળી રહ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જર્મનીની ઓટોમોબાઇલ કંપની ફોક્સવેગને જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ્સ અને સેમીકન્ડક્ટર કમ્પોનન્ટની ભારે અછતને કારણે પ્રોડક્શનમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું કારણ છે કે ગ્લોબલ ઓટોમોબાઇલ માર્કેટ રોગચાળાને કારણે મંદી પછી ફરી ઉભરી રહ્યું છે.

વુલ્ફસબર્ગ બેઝ્ડ કાર મેકરે કહ્યું કે, કોવિડ-19ને કારણે વેચાણને અસર થઈ હતી, જેને મંદીનો સામનો કરવો પડ્યો છે. જો કે, હવે કાર સેમીકન્ડક્ટર ઉત્પાદકોએ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે ફરીથી પ્રોડક્શન શરૂ કર્યું છે. હવે ઓટોમોબાઈલ માર્કેટમાં ઘણો સુધારો થયો છે, પરંતુ ફોક્સવેગન ગ્રુપ સાથે ઇન્ડસ્ટ્રીને જરૂરી ઇલેક્ટ્રોનિક પાર્ટ્સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

સેમીકન્ડક્ટરની અછતના કારણે ઘણી કંપનીઓને અસર થઈ
કંપનીએ કહ્યું કે, આ પાર્ટ્સની અછત વર્ષ 2021ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ચીની, ઉત્તર અમેરિકા અને યુરોપિયન પ્લાન્ટ્સમાં પ્રોડક્શનને અસર કરશે. ફોક્સવેગન બેઝ્ડ કંપનીના મોડ્યુલર પ્લેટફોર્મ પર આધારિત મોડેલ, ફોક્સવેગન કોમર્શિયલ વ્હીકલ, સ્કોડા, SEAT અને ઓડી બ્રાંડ્સના આધારે મોડેલ્સને અસર થશે.

ફોક્સવેગન ઇનકમિંગ પર્ચેસિંગના ચીફ મુસ્ટ અક્સેલે જણાવ્યું કે, અમે ઓછી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ગ્રાહકોને વહેલી તકે ડિલિવરી પહોંચાડવામાં આવે.

નવાં વ્હીકલમાં સેમીકન્ડક્ટર મહત્ત્વપૂર્ણ પાર્ટ
ઓટો ઇન્ડસ્ટ્રી નવાં વ્હીકલનાં પ્રોડક્શનમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ડ્રાઇવર આસિસ્ટ, નેવિગેશન અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમ જેવાં ઘણાં ઇલેક્ટ્રોનિક ફીચર્સ માટે સેમીકન્ડક્ટરનો ઉપયોગ કરી રહી છે. સેમીકન્ડક્ટર એ સામાન્ય રીતે સિલિકોન ચિપ્સ છે જે કમ્પ્યૂટર અને સેલફોનથી વાહનો અને માઇક્રોવેવ ઓવન સુધી જેવાં પ્રોડક્ટ્સના કંન્ટ્રોલ અને મેમરી ફંક્શનને ઓપરેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...