ઓટો સેલ્સ ડેટા:મે મહિનામાં વાહનોના વેચાણમાં થઈ વૃદ્ધિ, પરંતુ ટુ-વ્હીલરનું વેચાણ હજુ પણ 14 વર્ષના સૌથી નીચલા સ્તરે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ હોલસેલ મે 2022માં 245% વધીને 1,532,809 યુનિટ થયા છે, જેના કારણે વર્ષ દર વર્ષના આધાર પર તમામ સેગમેન્ટના વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી. મે 2021માં આ ઉદ્યોગે કુલ જથ્થાબંધ 4,44,131 યુનીટ્ઝનો રેકોર્ડ કર્યો હતો. મહિનાના કુલ ઘરેલું વેચાણમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને ક્વાડ્રિસાયકલનો સમાવેશ થાય છે.

પેસેન્જર વાહનોનું વેચાણ આ મહિના દરમિયાન 185% વધીને 2,51,052 યુનિટ થયું છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં 88,045 યુનિટ હતું. મે 2022માં પેસેન્જર કારના 1,24,060 યુનિટ, 1,16,256 યુટિલિટી વાહનો અને 10,736 યુનિટ વાનના વેચાણનો સમાવેશ થાય છે. આ માહિતી સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા આપવામાં આવી છે. જોકે, આ ડેટામાં —BMW, મર્સિડીઝ, ટાટા મોટર્સ અને વોલ્વો ઓટોના વેચાણનો સમાવેશ થતો નથી.

વેચાણ 14 વર્ષ અગાઉની તુલનામાં હજી પણ ઓછું છે
સિયામના મહાનિર્દેશક રાજેશ મેનનના જણાવ્યા મુજબ મે 2022માં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ ધીમું રહ્યું છે. ટુ-વ્હીલરનું વેચાણ હજુ પણ 9 વર્ષ અને થ્રી-વ્હીલરનું વેચાણ હજુ પણ 14 વર્ષની સરખામણીએ ઓછું છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વેચાણ હજી પણ વર્ષ 2018ના સ્તરથી નીચે છે. આ સાથે જ RBI એ રેપોરેટમાં અને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ રેટમાં પણ વધારો કર્યો છે, તેનાથી વાહનોના વેચાણમાં પણ ફરક પડશે. મે 2022માં કુલ ટુ-વ્હીલર્સનું ઘરેલું વેચાણ 1,253,187 યુનિટ રહ્યું હતું, જે ગયા વર્ષે મે મહિનામાં 354,824 યુનિટ હતું.