એપ્રિલ સેલ્સ:માર્ચની સરખામણીએ ગાડીઓના વેચાણમાં 10% ઘટાડો નોંધાયો, મારુતિ 47% શેર સાથે નંબર-1 રહી અને MGને 53%નું નુકસાન થયું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ એપ્રિલ 2021માં ગાડીઓના વેચાણના આંકડા જાહેર કર્યા છે. પાછલા વર્ષની તુલનામાં એપ્રિલમાં તમામ કંપનીઓને 100%નો ફાયદો થયો છે. એપ્રિલ 2020માં લોકડાઉન થવાને કારણે દેશમાં એકપણ કાર વેચાઇ ન હતી. જો કે, માર્ચ 2021ની તુલનામાં ગત મહિનાના વેચાણમાં ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ કોવિડ-19ની બીજી લહેર હતી.

એપ્રિલ 2021માં, કુલ 2,86,450 ગાડીઓ વેચાઇ. જ્યારે માર્ચ 2021માં 3,20,547 ગાડીઓ વેચાઇ હતી. એટલે કે મહિનાના આધારે 10.64%ના ઘટાડા સાથે 34,097 ગાડીઓ ઓછી વેચાઈ. કંપનીઓની વાત કરીએ તો કાર વેચવાના મામલે મારુતિ પ્રથમ અને હ્યુન્ડાઇ બીજા નંબરે રહી.

મારુતિને માસિક ધોરણે 7% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન દેશની સૌથી મોટી કંપની મારુતિએ 1,35,879 ગાડીઓનું વેચાણ કર્યું. માસિક ધોરણે તેને 7.06%નું નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 146,203 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 47.44% રહ્યો.

હ્યુન્ડાઇને માસિક ધોરણે 6% નુકસાન થયું
એપ્રિલ 2021 દરમિયાન હ્યુન્ડાઇએ 49,002 ગાડીઓ વેચી. તેણે માસિક ધોરણે 6.84%નું નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 52,600 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 17.11% રહ્યો.

ટાટાને માસિક ધોરણે 15% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન ટાટાએ 25,095 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેને માસિક ધોરણે 15.37%નું નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 29,654 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 8.76% રહ્યો.

મહિન્દ્રાને માસિક ધોરણે 9% ફાયદો
એપ્રિલ 2021 દરમિયાન મહિન્દ્રાએ 18,285 ગાડીઓનું વેચાણ કર્યું. તે માસિક ધોરણે 9.49% વધ્યો છે. માર્ચ 2021માં તેણે 16,700 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 6.38% રહ્યો.

કિઆને માસિક ધોરણે 15% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન કિઆએ 16,111 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેને માસિક ધોરણે 15.65%નું નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 19,100 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 5.62% રહ્યો.

ટોયોટાને માસિક ધોરણે 35% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન કિઆએ 9,621 ગાડીઓ વેચી હતી. તેને માસિક ધોરણે 35.86%નું નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 15,001 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 3.36% રહ્યો.

હોન્ડાને માસિક ધોરણે 27% ફાયદો
એપ્રિલ 2021 દરમિયાન હોન્ડાએ 9,072 ગાડીઓનું વેચાણ કર્યું. માસિક ધોરણે તેને 27.72%નો ફાયદો થયો છે. માર્ચ 2021માં તેણે 7,103 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 3.17% રહ્યો.

રેનોને માસિક ધોરણે 30% નુકસાન
રેનોએ એપ્રિલ 2021 દરમિયાન 8,642 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેને માસિક ધોરણે 30.06%નું નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 12,356 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 3.02% રહ્યો.

ફોર્ડને માસિક ધોરણે 29% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન ફોર્ડે 5,469 ગાડીઓ વેચી હતી. તેણે માસિક ધોરણે 29.40% નુકસાન કર્યું છે. માર્ચ 2021માં તેણે 7,746 કાર વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 1.19% રહ્યો.

નિસાનને માસિક ધોરણે 16% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન નિસાને 3,369 ગાડીઓનું વેચાણ કર્યું. તેને માસિક ધોરણે 16.30% નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 4,012 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 1.18% રહ્યો.

MGને માસિક ધોરણે 53% નુકસાન
એપ્રિલ 2021 દરમિયાન MGએ 2,565 ગાડીઓનું વેચાણ કર્યું. તેને માસિક ધોરણે 53.60% નુકસાન થયું છે. માર્ચ 2021માં તેણે 5,528 ગાડીઓ વેચી હતી. કંપનીનો માર્કેટ શેર 0.90% રહ્યો.

બજાજે 1,34,471 વાહનોનું વેચાણ કર્યું
બજાજ ઓટોએ એપ્રિલ 2021 દરમિયાન ડોમેસ્ટિક માર્કેટમાં ટૂ-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના 1,34,471 યૂનિટનું વેચાણ કર્યું. કંપનીએ BSE ફાઇલિંગમાં જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં બજાજ ઓટોના કુલ વાહનનું વેચાણ 3,88,૦16 યૂનિટ રહ્યું, જે ગયા વર્ષે એપ્રિલમાં 37,878 યૂનિટ હતું.