વેચાણ:એપ્રિલની સરખામણીએ મે મહિનામાં વાહનોનું રિટેલ વેચાણ 55% ઘટ્યું, સૌથી વધુ નુકસાન થ્રી વ્હીલરને થયું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે એપ્રિલની તુલનામાં મે મહિનામાં રિટેલ વેચાણમાં 55%નો ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ (FADA)એ કહ્યું હતું કે, જૂનનો ટ્રેન્ડ સારો છે અને જો તે આખા મહિના દરમિયાન આવો જ રહ્યો તો તો વેચાણ ગયા વર્ષેના જૂનના સ્તરે પહોંચી જશે. ગુરુવારે FADA દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, મે મહિનામાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 58.96% ઘટીને 85,733 યૂનિટ પર પહોંચી ગયું છે.

આ સમયગાળા દરમિયાન ટૂ વ્હીલરનું વેચાણ 52.52% ઘટીને 4,10,757 યૂનિટ અને થ્રી વ્હીલરનું વેચાણ 75.90% ઘટીને 5,215 યૂનિટ પર પહોંચી ગયું છે. ગયા મહિને કોમર્શિયલ વાહનોના વેચાણમાં 65.91% અને ટ્રેકટરના વેચાણમાં 56.60%નો ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં કુલ વાહન વેચાણ 54.79% ઘટીને 5,35,855 યૂનિટ પર પહોંચ્યું હતું, જે એપ્રિલમાં 11,85,374 યૂનિટ હતું.

બે વર્ષના આંકડાની સરખામણી
મે 2020થી ભારતમાં લોકડાઉનને કારણે કંપનીએ દર મહિનાની જેમ આ વર્ષે દર વર્ષના આંકડા જાહેર કર્યા નથી. તેથી, વેચાણના તમામ આંકડા મળી રહ્યા નથી. તેથી, આ આંકડા એપ્રિલ 2021 અને મે 2019માંથી લેવામાં આવ્યા છે.

FADAના પ્રેસિડન્ટ વિનકેશ ગુલાટીનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેરથી તમામ ક્ષેત્રોને નુકસાન થયું છે. શહેરી બજારની સાથે ગ્રામીણ બજારને પણ અસર થઈ છે.