કોરોના ઇફેક્ટ:ગાડીઓના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક 30% અને એપ્રિલ 2021માં 31%નો ઘટાડો, માત્ર ટ્રેક્ટર્સમાં 16%નો ગ્રોથ નોંધાયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 રોગચાળાની અસર ઓટો ઈન્ડસ્ટ્રી પર સતત તેની છાપ છોડી રહી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન (FADA)એ નાણાકીય વર્ષ 2021ના ​​આંકડા જાહેર કર્યા છે. તેના આધારે વાર્ષિક ગાડીઓના રજિસ્ટ્રેશનમાં 30% ઘટાડો થયો છે. તેમજ, માસિક ધોરણે એપ્રિલ 2021માં 31%નો ઘટાડો થયો છે. ટ્રેક્ટર એકમાત્ર એવી કેટેગરી છે જેમાં ગ્રોથ જોવા મળ્યો છે.

નાણાકીય વર્ષ 2021માં 6,44,779 ટ્રેક્ટર નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2020 દરમિયાન 5,55,315 ટ્રેક્ટર નોંધાયા હતા. તેનો અર્થ એ કે નાણાકીય વર્ષ 2021માં 16.11%ના ગ્રોથ સાથે 89,464 ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન વધારે થયું છે.

પહેલાં FY'21ના આંકડા તપાસીએ

  • 3Wમાં સૌથી મોટો ઘટાડો: નાણાકીય વર્ષ 2020માં થ્રી-વ્હીલર (3W)ના 7,19,594 યૂનિટનું રજિસ્ટ્રેશન થયું છે, જે નાણાકીય વર્ષ 2021માં ઘટીને માત્ર 2,58,174 યૂનિટ થઈ ગયું હતું. એટલે કે, આ સમયગાળા દરમિયાન 4,61,420 યૂનિટનું રજિસ્ટ્રેશન ઘટ્યું. આવી સ્થિતિમાં, આ કેટેગરીમાં 64%નો મોટો ઘટાડો નોંધાયો છે.
  • CVમાં 49%નો ઘટાડો: નાણાકીય વર્ષ 2020માં કોમર્શિયલ વ્હીકલ (CV)નાં 8,81,114 યૂનિટનું રજિસ્ટ્રેશન થયું હતું, જે નાણાકીય વર્ષ 2021માં ઘટીને 4,48,914 યૂનિટ થઈ ગયું છે. એટલે કે, આ કેટેગરીમાં 49.05%નો ઘટાડો નોંધાયો.
  • 2Wમાં 31% ઘટાડો: નાણાકીય વર્ષ 2020માં ટૂ-વ્હીલર (2W)ના 1,68,38,965 યૂનિટનું રજિસ્ટ્રેશન થયું હતું, જે નાણાકીય વર્ષ 2021માં ઘટીને 1,15,33,336 યૂનિટ થઈ ગયું છે. એટલે કે, આ કેટેગરીમાં 31.51%નો ઘટાડો રહ્યો.
  • PVમાં 14% ઘટાડો: નાણાકીય વર્ષ 2020માં પેસેન્જર વ્હીકલ (PV)ના 27,73,514 યૂનિટનું રજિસ્ટ્રેશન થયું હતું, જે નાણાકીય વર્ષ 2021માં ઘટીને 23,86,316 યૂનિટ થઈ ગયાં હતાં. તેનો અર્થ એ કે આ કેટેગરીમાં 13.96%ના ઘટાડા સાથે 3,87,198 યૂનિટના રજિસ્ટ્રેશન ઓછા થયાં.

એપ્રિલ 2021ના આંકડા તપાસીએ

એપ્રિલ 2021માં ગાડીઓના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે 31.83%નો ઘટાડો જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન, ટ્રેક્ટર અને અન્ય (ઇલેક્ટ્રિક વાહનો) એકમાત્ર કેટેગરીમાં હતા જેમાં વધારો થયો હતો. ટ્રેક્ટરના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે 3.52% અને અન્ય કેટેગરીમાં 13.06%નો ગ્રોથ થયો છે. અન્ય તમામ કેટેગરીમાં ઘટાડો થયો છે. થ્રી-વ્હીલરમાં 55.59%, ટૂ-વ્હીલરમાં 35.35%, લાઇટ કમર્શિયલ વ્હીકલ (LCV)માં 35.03%, કોમર્શિયલ વ્હીકલમાં 34.58%, મીડિયમ કોમર્શિયલ વ્હીકલ (MCV)માં 24.79%નો ઘટાડો થયો છે.

એપ્રિલ 2021માં મંથલી રજિસ્ટ્રેશન પણ ઘટ્યું
ગયા મહિને ગાડીઓના મંથલી રજિસ્ટ્રેશનમાં 28.15%નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, ટ્રેક્ટર કેટેગરીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ 2021માં 69,082 ટ્રેકટરનું રજિસ્ટ્રેશન થયું હતું, જે એપ્રિલ 2021માં ઘટીને 38,285 થઈ ગયાં. એટલે કે, 44.58% ઘટાડા સાથે 30,797 ટ્રેક્ટરના રજિસ્ટ્રેશન ઓછાં થયાં. એ જ રીતે, 2Wમાં 27.63%, 3Wમાં 43.11%, PVમાં 25.33%, CVમાં 23.65%, LCVમાં 25.85%, MCVમાં 23.93%, HCVમાં 13.69% અને અન્યમાં 41.31% ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...