તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસની અસર ઓટો ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ માર્ચમાં નોંધાયેલા વાહનોના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ, વાર્ષિક ધોરણે વ્હીકલ રજિસ્ટ્રેશનમાં 28.64%નો ઘટાડો થયો છે. જો કે, આંકડા ફેબ્રુઆરી 2021ની તુલનામાં સારા છે. ફેબ્રુઆરીમાં પણ વ્હીકલ રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે 13.43% ઘટાડો થયો હતો. માત્ર પેસેન્જર વ્હીકલ અને ટ્રેક્ટર સેગમેન્ટમાં જ છેલ્લાં બે મહિનામાં ગ્રોથ જોવા મળ્યો છે.
ઓલ ઇન્ડિયા વ્હીકલ રજિસ્ટ્રેશન ડેટા માર્ચ 2021
કેટેગરી | માર્ચ'21 | માર્ચ'20 | YoY % |
2W | 11,95,445 | 18,46,613 | -35.26% |
3W | 38,034 | 77,173 | -50.72% |
PV | 2,79,745 | 2,17,879 | 28.39% |
ટ્રેક્ટર | 69,082 | 53,463 | 29.21% |
CV | 67,372 | 1,16,559 | -42.20% |
LCV | 38,450 | 70,611 | -45.55% |
MCV | 4,663 | 8,342 | -44.10% |
HCV | 18,609 | 33,397 | -44.28% |
અન્ય | 5,650 | 4,209 | 34.24% |
કુલ | 16,49,678 | 23,11,687 | -28.64% |
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 28%નો ગ્રોથ
માર્ચ મહિનામાં ભલે ઓવરઓલ વ્હીકલ રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો પરંતુ આ દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 28.39%નો ગ્રોથ થયો છે. ગયા મહિને આ સેગમેન્ટમાં 2,79,745 વ્હીકલનું રજિસ્ટ્રેશન થયું. માર્ચ 2020માં આ આંકડો 2,17,879 હતો. એટલે કે, વાર્ષિક ધોરણે 61,866 પેસેન્જર વ્હીકલનું રજિસ્ટ્રેશન થયું હતું.
ટ્રેક્ટર સેગમેન્ટમાં 29%નો ગ્રોથ
કોરોના સમયગાળા દરમિયાન ટ્રેક્ટરના વેચાણ અને રજિસ્ટ્રેશનમાં સતત વધારો થયો છે. માર્ચ 2021માં પણ આ જ સેગમેન્ટમાં 29.21%નો ગ્રોથ થયો. ગયા મહિને, આ સેગમેન્ટમાં 69,082 ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન થયું હતું. માર્ચ 2020માં આ આંકડો 53,463 હતો. એટલે કે, વાર્ષિક ધોરણે 15,619 ટ્રેક્ટર પેસેન્જર વ્હીકલનું રજિસ્ટ્રેશન ગયા મહિના કરતાં વધુ હતું.
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં મારુતિનો દબદબો છે
ગયા મહિને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના 1,29,412 વાહનો નોંધાયા હતા. માર્ચ 2020માં કંપની દ્વારા 94,355 વાહનો નોંધાયા હતા. માર્ચ 2020ની તુલનામાં કંપનીનો માર્કેટ શેર 46.26% થયો છે. બીજા નંબરે 16.34% સાથે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ રહ્યું. તેનાં 45,719 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું.
માર્ચ 2021માં ટોપ-5 પેસેન્જર વ્હીકલ કંપનીઓનો માર્કેટ શેર
કંપની | રજિસ્ટ્રેશન યૂનિટ | માર્કેટ શેર |
મારુતિ સુઝુકી | 1,29,412 | 46.26% |
હ્યુન્ડાઈ મોટર | 45,719 | 16.34% |
ટાટા મોટર | 24,541 | 8.77% |
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા | 15,329 | 5.48% |
કિઆ મોટર્સ | 15,256 | 5.45% |
ટૂ-વ્હીલર માર્કેટ શેરમાં હીરોનું વર્ચસ્વ
જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટના વાહન નોંધણીમાં 35.26%નો ઘટાડો થયો છે, જ્યારે હીરો મોટોકોર્પ લિમિટેડે આ દરમિયાન સૌથી વધુ કમાણી કરી છે. માર્ચમાં હિરોએ 3,96,573 વાહનોનું રજિસ્ટ્રેશન કર્યું અને તેનો માર્કેટ શેર 33.17% રહ્યો હતો. જો કે, માર્ચ 2020ની તુલનામાં તેનો માર્કેટ શેર 9.54% ઘટ્યો. હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઈન્ડિયા 26.19% સાથે માર્કેટ શેરમાં બીજા નંબરે છે.
માર્ચ 2021માં ટોપ-5 ટૂ-વ્હીલર કંપનીઓનો માર્કેટ શેર
કંપની | રજિસ્ટ્રેશન યૂનિટ | માર્કેટ શેર |
હીરો મોટોકોર્પ | 3,96,573 | 33.17% |
હોન્ડા મોટરસાઇકલ | 3,13,101 | 26.19% |
TVS મોટર | 1,78,377 | 14.92% |
બજાજ ઓટો | 1,37,352 | 11.49% |
રોયલ એન્ફિલ્ડ | 60,189 | 5.03% |
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.