ન્યૂ લોન્ચ:વી-સ્ટ્રોમ 650 XT બાઇક BS6 એન્જિન અને ડ્યુઅલ કલર સાથે લોન્ચ થઈ, કિંમત 8.84 લાખ રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ બાઇકને આ જ વર્ષે ઓટો એક્સપો 2020માં શોકેસ કરવામાં આવી હતી
  • તેને શેમ્પેન યલો અને પર્લ ગ્લેશિયલ વ્હાઇટ કલર ઓપ્શનમાં ખરીદી શકાશે

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ ભારતમાં તેની BS6 સુઝુકી વી-સ્ટ્રોમ 650XT ABS બાઇક લોન્ચ કરી દીધી છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 8.84 લાખ રૂપિયા છે. જાપાની ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરર્સે તેની આ બાઇકને આ વર્ષે ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરી હતી. કંપનીનું કહેવું છે કે, આ લોન્ગ રૂટ સાથે ખાડાવાળા વિસ્તારો અને દરેક પ્રકારના રસ્તા પર ચાલવામં સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ છે.

લોન્ચિંગ ઇવેન્ટના પ્રસંગે સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કોઈચિરો હિરાએ કહ્યું કે, વી-સ્ટ્રોમ ભારત માટે બનાવવામાં આવી છે. આ એડવેન્ચર બાઇકે તમામ પ્રકારના માર્ગો પર પોતાને સાબિત કરી છે. આ અલ્ટિમેટ બેલેન્સ અને નેચરલ રાઇડિંગ પોઝિશનવાળું માસ્ટરપીસ છે. તેમાં કમ્ફર્ટ સીટ અને ફ્લેક્સિબલ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં નવું BS6 એન્જિન આપવામાં આવ્યું છે, જે બાઇકને વધુ ક્લીન અને ગ્રીન રાખશે.

BS6 સુઝુકી વી-સ્ટ્રોમ 650XT એન્જિન ડિટેલ્સ
બાઇકમાં નવું BS6 645cc, ફોર સ્ટ્રોક, લિક્વિડ કૂલ્ડ, DOHC, 90 ડિગ્રી વી-ટ્વીન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં સુઝુકીની નવી ઇઝી સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ બટન બાઇકને પુશ કરવા સાથે સ્ટાર્ટ કરી દે છે. જો કે, કંપનીએ એન્જિન પાવર અને ટોર્ક સાથે એવરેજ ડિટેલ્સ જાહેર નથી કરી. બાઇકના BS4 મોડેલનું એન્જિન 70 bhp પાવર અને 62 Nm ટોર્ક જનરેટ કરતી હતી. તેમાં એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે થ્રી-મોટ ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે.

આ બાઇકને કંપનીના શો રૂમમાંથી બે કલરમાં ખરીદી શકાશે. જેમાં શેમ્પેન યલો અને પર્લ ગ્લેશિયર વ્હાઇટ સામેલ છે. બાઇકમાં અન્ય ફીચર્સ જેવી નાની વિંડશિલ્ડ, સેટ અપ સીટ, સ્પોક્સ વ્હીલ આપવામાં આવ્યાં છે. તેમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપવામાં આવ્યું છે, જે મળશે, જે USB ચાર્જર અને 12 વોલ્ટ પાવર સોકેટ સાથે આવશે. સેફ્ટી માટે તેના રિઅરમાં ટ્વીન 320mm ડિસ્ક અને ફ્રંટમાં 260mm સિંગલ ડિસ્ક આપવામાં આવી છે. બાઇકનું વજન 216 કિલો છે.

અન્ય સમાચારો પણ છે...