નુકસાન / લોન્ચિંગ પહેલાં જ અપકમિંગ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભયાનક આગ લાગી, ટેસ્ટિંગ મોડલ બળીને ખાખ થઈ ગયું

Divyabhaskar.com

Nov 17, 2019, 07:28 PM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેનાં લોકપ્રિય SUV મોડલ મહિન્દ્રા સ્કોર્પિયોના નવાં ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ લોન્ચિંગ પહેલાં જ આ અપકમિંગ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભયાનક આગ લાગી ગઈ અને રસ્તા પર આ ગાડી બળીને ખાખ થઈ ગઈ. છેલ્લાં ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં આ મોડલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પરંતુ તાજેતરમાં એક જગ્યાએ ટેસ્ટિંગ દરમિયાન આ ગાડી આગમાં ભડથું થઈ ગઈ. જો કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઈ. આ ટેસ્ટિંગ મોડલમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી જાણી નથી શકાયું. પરંતુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ગાડીના એન્જિનમાં શોર્ટ સર્કિટ અથવા કોઈ કોમ્પોનન્ટમાં ખામીના કારણે આગ લાગી છે.

કંપની તેની આ નવી સ્કોર્પિયો BS-6 એન્જિન સાથે લોન્ચ કરવા જઈ રહી છે. આ મોડલ તેનાં કરન્ટ મોડલ કરતા આકારમાં મોટું હશે. તેને કંપની આગામી ઓટો એક્સપોમાં રજૂ કરી શકે છે. જાણકારી અનુસાર, કંપની આ ગાડીમાં 2.0 લિટરની કેપેસિટીવાળા BS-6 એન્જિનનો પ્રયોગ કરશે, જે વધુ પાવરફુલ હશે.

આ ઉપરાંત, સ્કોર્પિયોને કંપની 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનના ઓપ્શન સાથે પણ લોન્ચ કરશે. સ્કોર્પિયોનું કરન્ટ મોડલ મેક્સિમમ 140bhp પાવર જનરેટ કરે છે. જ્યારે 2.0 લિટરની કેપેસિટીનું BS-6 એન્જિન 160bhp પાવર જનરેટ કરશે. આ સિવાય, નવી ગાડીનો ટોર્ક પણ વધશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી