ડિસ્કાઉન્ટ:ડેટ્સન રેડી ગો, ગો હેચબેક અને ગો પ્લસ પર ₹51,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, 31 ડિસેમ્બર સુધી ઓફર વેલિડ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડેટ્સને આ મહિના માટે યર એન્ડ સેલની જાહેરાત કરી દીધી છે. કંપની તેનાં BS6 એન્જિનનાં ત્રણ મોડેલ પર 51,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં રેડી ગો, ગો હેચબેક અને ગો પ્લસ MPV (મલ્ટિ-પર્પઝ વ્હીકલ) સામેલ છે. તેની પર કેશ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ઓફર અને યર એન્ડ બોનસ સામેલ છે. ગાડીઓ પર મળી રહેલી આ ઓફર 31 ડિસેમ્બર, 2020 સુધી માન્ય છે.

ડેટ્સન કાર પર ડિસ્કાઉન્ટ

  • કંપની ડેટ્સનની એન્ટ્રી લેવલની હેચબેક રેડી ગો પર 45,000 હજારનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં રૂ. 9,000નું કેશ ડિસ્કાઉન્ટ, 11,000 રૂપિયાનું યર-એન્ડ બોનસ, 20,000 રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ અને 5000 રૂપિયાની કોર્પોરેટ ઓફર સામેલ છે. જો કે, દરેક વ્યક્તિને કોર્પોરેટ ઓફરનો લાભ નહીં મળે.
  • કંપની ડેટ્સન ગો હેચબેક પર કુલ રૂ. 5,000ની છૂટ આપી રહી છે. તેમાં 11,000 રૂપિયાનું યર એન્ડ બોનસ, 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ સામેલ છે. જો કે, આ કાર પર કોઈ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં નથી આવી રહ્યું.
  • કંપની તેની 7 સીટર ગો પ્લસ MPV પર કુલ 46,000 રૂપિયાની છૂટ આપી રહી છે, જેમાં 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ સામેલ છે. ગ્રાહકોને 11,000 રૂપિયાનું યર એન્ડ બોનસ પણ મળશે. ગ્રાહકોને આ કાર પર કોર્મપોરેટ ડિસ્કાઉન્ટ નહીં મળે.