300KMથી વધુ રેન્જ આપનારી ઈ-બાઈક લોન્ચ:અલ્ટ્રાવોયોલેટ ઓટોમેટિવ F77માં મળશે 152kmphની ટોપ સ્પીડ, કિંમત 3.80 લાખ રુપિયાથી શરુ

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવે આજ રોજ નવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ બાઇક F77 લોન્ચ કરી છે. આ બાઇકની ટોપ સ્પીડ 152 કિલોમીટર પ્રતિ કલાક (kmph) છે અને તે સિંગલ ચાર્જ પર 307 કિલોમીટર સુધીની સફર ખેડશે. તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 3.80 લાખ રૂપિયા છે. આ બાઈકને 3 મોડલ F77 સ્ટાન્ડર્ડ, F77 રિકોન અને F77 સ્પેશિયલમાં લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો ફક્ત 10 હજાર રૂપિયા આપીને અલ્ટ્રાવાયોલેટ F77 બુક કરાવી શકે છે.

ત્રણ રાઈડિંગ મોડ મળશે
કંપની મુજબ F77નાં સ્ટાન્ડર્ડ અને રિકોન બંને વેરિઅન્ટ્સ 38.8 bhpની પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 147 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે ત્રણ રાઈડિંગ મોડ્સની સાથે આવશે જેમાં ગ્લાઈડ, કોમ્બેટ અને બ્લાસ્ટિક સામેલ છે. આ બાઈકને બે અલગ પ્રકારનાં બેટરીપેક સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમાં 7.1 kWh અને 10.3 kWh સામેલ છે, જે અનુક્રમે તમને 206 કિલોમીટર અને 307 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ (IDC) આપે છે.

બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક મળશે
આ બાઈક મોનોશોક અને ઈન્વર્ટેડ ફોર્ક સેટઅપની સાથે આવે છે. આ બાઈકનાં બંને વ્હીલ્સમાં તમને ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. LED હેડલાઈટ્સ, ટેલલેમ્પ અને ડે ટાઈમ રનિંગ લાઈટ્સ પણ મળશે. આ સિવાય 5 ઈંચની સ્માર્ટ TFT ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, જેમાં તમને બાઈકની સ્પીડ, બેટરી સ્ટેટસથી જોડાયેલી માહિતી મળશે.

તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. LED હેડલાઇટ, ટેલ લેમ્પ્સ અને ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ પણ ઉપલબ્ધ રહેશે
તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. LED હેડલાઇટ, ટેલ લેમ્પ્સ અને ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ પણ ઉપલબ્ધ રહેશે

સ્પેશિયલ એડિશન પણ લોન્ચ કર્યું
કંપનીએ આ બાઈકનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે, જે અંતર્ગત ફક્ત 77 યૂનિટનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ એડિશનનું એન્જિન 40.2bhpની પાવર અને 100nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 152 કિલોમીટર પ્રતિ કલાક હશે.

1 કલાકમાં 65 કિલોમીટર સુધીની રેન્જની ચાર્જિંગ
સ્ટાન્ડર્ડ ચાર્જથી 1 કલાકમાં બાઈકની બેટરી 35 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ માટે ચાર્જ થઈ જશે. આ સિવાય બૂસ્ટ ચાર્જરથી 1 કલાકમાં 75 કિલોમીટર સુધીની રેન્જનું ચાર્જિંગ મળી શકે.

8 વર્ષ સુધીની વોરંટી
સ્ટાન્ડર્ડ મોડેલમાં 3 વર્ષ કે 30 હજાર કિલોમીટરની વોરંટી મળે છે. રિકોન મોડેલમાં 5 વર્ષ કે 50 હજાર કિલોમીટરની વોરંટી મળે છે અને જો સ્પેશિયલ એડિશનની વાત કરીએ તો તેના પર 8 વર્ષ કે 1 લાખ કિલોમીટરની વોરંટી મળશે.

સ્પેશિયલ એડિશનમાં 8 વર્ષ અથવા 1 લાખ કિ.મી.ની વોરંટી મળશે
સ્પેશિયલ એડિશનમાં 8 વર્ષ અથવા 1 લાખ કિ.મી.ની વોરંટી મળશે

જાન્યુઆરી 2023થી ડિલિવરી શરુ થશે
કંપની આ બાઈકની ડિલિવરી સૌથી પહેલાં બેંગલુરુમાં જાન્યુઆરી 2023થી કરવાનું શરુ કરી દેશે. બાકી શહેરોમાં ધીમે-ધીમે શરુ થશે. કંપનીનું કહેવું છે કે, આ બાઈક (Ultraviolette F77)ની ગ્લોબલ માગ વધુ પડતી છે. આ બાઈકની બુકિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ https://www.ultraviolette.com/ પર 25 નવેમ્બર, 2022નાં રોજ સાંજે 6 વાગ્યાથી શરુ થશે.