ઓટોમોબાઇલ કંપનીઓના શોરૂમ પર લોકોનો ધસારો, વેચાણ વધારવા ટૂ વ્હીલર કંપનીઓએ ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ કાઢી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જો તમે આ ફેસ્ટિવલ સિઝનમાં સ્કૂટર અથવા બાઇક ખરીદવા માગતા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. લાંબા સમયથી મંદીમાંથી પસાર થઈ રહેલી ઓટો કંપનીઓ અત્યારે તેનાં ટૂ-વ્હીલર પ્રોડક્ટનું વેચાણ વધારવા અનેક ઓફર્સ લઇને આવી છે. વિશ્લેષકોના મતે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી વેચાણનો આંકડો ઘટી રહ્યો છે. ત્યારે તેમના માટે ફેસ્ટિવલ સિઝન સફળ સાબિત થઈ શકે છે. તેથી, કંપનીઓ સામાન્ય લોકો માટે બાઇક-સ્કૂટર ખરીદવાની મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ લઇને આવી છે, જેમાં રિટેલ ફાઇનાન્સ સ્કીમ અપનાવવા પર અને પેમેન્ટ એપ પ્લેટફોર્મથી ચૂકવણી કરવા પર વિશેષ છૂટ પણ મળી રહી છે.
 

હીરો મોટોકોર્પ

5 હજાર રૂપિયાનો એક્સચેન્જ બેનિફિટ 2 હજાર રૂપિયાનો કેશ બેનિફિટ 6.99% વ્યાજ દર 3,999 ડાઉન પેમેન્ટ 10,000 રૂપિયાનો પેટીએમ લાભ

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર
રિટેલ ફાઇનાન્સ સ્કીમના ઉપયોગ પર 11 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
પેટીએમ દ્વારા ચુકવણીના કિસ્સામાં 7 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
 

બજાજ ઓટો

7200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ 5 ફ્રી સર્વિસ 5 વર્ષની ફ્રી વોરંટી ​​​​​​​

3,537 રૂપિયાનું ઓછું ડાઉન પેમેન્ટ

ફેસ્ટિવલ સીઝનમાં વર્ષનું એક તૃતિયાંશ ભગ જેટલું વેચાણ થાય છે
ઓટો ઈન્ડસ્ટ્રી માટે નવરાત્રીથી લઇને આવનારા 45 દિવસનો સમય મહત્ત્વનો હોય છે. આ સમય દરમિયાન વર્ષભરમાં વેચાનારા બાઇક-સ્કૂટરનું એક તૃતિયાંશ ભાગ જેટલું વેચાણ થઈ જાય છે.