• Gujarati News
  • Utility
  • Automobile
  • TVS XL100 Moped Launched In New 'Coral Silk' Color, Equipped With A Total Of 5 Color Options, The Vehicle Has A Starting Price Of Rs 41,015

ન્યૂ કલર:TVS XL100 મોપેડ નવા 'કોરલ સિલ્ક' કલરમાં લોન્ચ થયું, કુલ 5 કલર ઓપ્શનથી સજ્જ આ વ્હીકલની પ્રારંભિક કિંમત 41,015 રૂપિયા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેટ્રો લુક ધરાવતું અને દાયકાઓથી લોકપ્રિય એવા TVSના મોપેડને વર્ષ 2020માં જ અપડેટ કરવામાં આવ્યું હતું. હવે ગ્રાહકોને આકર્ષવા કંપનીએ આ મોપેડને એક નવો કલર આપ્યો છે. ફેસ્ટિવ સિઝનમાં TVS મોટર કંપનીએ તેનું લોકપ્રિય મોપેડ XL100 નવા 'કોરલ સિલ્ક' કલરમાં લોન્ચ કર્યું છે. નવી પેન્ટ સ્કીમની જાહેરાત સાથે XL100 હવે કુલ 5 કલર ઓપ્શનમાં અવેલેબલ છે. તેમાં મિંટ બ્લુ, લસ્ટર ગોલ્ડ, રેડ બ્લેક, ગ્રે બ્લેક અને નવો લોન્ચ કરાયેલો કોરલ સિલ્ક કલર સામેલ છે.

નવી રજૂ કરાયેલી પેન્ટ થીમને તેનાં ‘i-Touch Special Edition’ ટ્રિમમાં સામેલ કરવામાં આવી છે. નવી પેન્ટ સ્કીમ સામેલ કરવા સિવાય કંપનીએ આ મોપેડમાં અન્ય કોઈ ફેરફાર કે અપડેટ આપી નથી, મોપેડની અન્ય ડિટેલ્સ અને તેનાં સ્પેસિફિકેશન્સમાં પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

એક્સ શો રૂમ કિંમત 41,015 રૂપિયાથી શરૂ થાય છે અને 52,334 રૂપિયા સુધી જાય છે
એક્સ શો રૂમ કિંમત 41,015 રૂપિયાથી શરૂ થાય છે અને 52,334 રૂપિયા સુધી જાય છે

કિંમત
XL100 TVS મોટર કંપનીનું સૌથી વધુ વેચાનારું ટૂ-વ્હીલર છે. આ રૂરલ અને સેમી રૂરલ માર્કેટમાં બહુ વધારે લોકપ્રિય છે. TVS XL100ની એક્સ શો રૂમ કિંમત 41,015 રૂપિયાથી શરૂ થાય છે અને 52,334 રૂપિયા સુધી જાય છે.

કંપનીએ આ એન્જિનને વર્ષ 2020માં ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજી સાથે અપડેટ કર્યું હતું
કંપનીએ આ એન્જિનને વર્ષ 2020માં ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજી સાથે અપડેટ કર્યું હતું

એન્જિન ડિટેલ્સ
TVSના સૌથી સસ્તા મોપેડમાં 99.7 ccનું 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીએ આ એન્જિનને વર્ષ 2020માં ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજી સાથે અપડેટ કર્યું હતું. આ એન્જિન 6000 rpm પર 4.3 bhp પાવર અને 3500 rpm પર 6.5 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, નવી ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજીથી મોપેડનાં એન્જિનની એવરેજ 15% વધી ગઈ છે.

ફીચર્સ
આ ટૂ-વ્હીલરમાં LED DRL, વન ટચ સ્ટાર્ટ સિસ્ટમ, મોબાઇલ ચાર્જિંગ અને અન્ય ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. XL100ના કેટલાક ભાગમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક, હાઇડ્રોલિક રિઅર શોક અને 110mm ડ્રમ બ્રેક સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...