તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:TVS XL 100 નવાં અપડેટેડ એન્જિન સાથે લોન્ચ, પ્રારંભિક કિંમત 43,889 રૂપિયા

ઓટોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડને કંપનીએ કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું
  • 99.7ccની કેપેસિટી ધરાવતું એન્જિન આપવામાં આવ્યું
  • એવરેજ આશરે 15% વધી જશે

ઓટો ડેસ્કઃ TVS મોટર્સે તેનાં વ્હીકલ લાઇનઅપને અપડેટ કરતાં તેના ફેમસ મોપેડ TVS XL 100ને નવાં BS6 એન્જિન સાથે માર્કેટમાં લોન્ટ કર્યું છે. આ નવી BS6 TVS XL 100ના એન્ટ્રી લેવલ હેવી ડ્યુટી વેરિઅન્ટની કિંમત 43,889 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મોપેડને કંપનીએ કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. તેનાં હેવી ડ્યુટી સ્પેશિયલ એડિશનની કિંમત 45,129 રૂપિયા અને કમ્ફર્ટ વેરિઅન્ટની કિંમત 45,459 રૂપિયા રાખવામાં આવી છે.
નવું BS6 મોડેલ આવ્યા બાદ તેની કિંમતમાં જૂનાં મોડલ એટલે કે BS4 મોડેલ કરતાં 3,000 રૂપિયાથી 3,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ મોપેડમાં 99.7ccની કેપેસિટી ધરાવતા એન્જિનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમજ, તેમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ સામે કરવામાં આવી છે. તેનું એન્જિન 4.4hp પાવર અને 6.5Nm ટોર્ક જનરેટ કરે છે.
એન્જિન અપડેટ કર્યું હોવા છતાં TVS XL 100ના પાવર આઉટપુટમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, કંપનીનો દાવો છે કે તેમાં આપવામાં આવેલી ફ્યુલ ઇન્જક્શન ટેક્નોલોજીના કારણે તેની એવરેજ આશરે 15% વધી જશે. જો કે, નવાં એન્જિન અપડેટ સાથે મોપેડના વજનમાં વધારો તયો છે. હવે તેનું વજન 85.5કિલો થઈ ગયું છે. જૂનાં મોડેલનું વજન 84 કિલો હતું.