- Gujarati News
- Utility
- Automobile
- TVS Raider, The First Bike To Provide Storage Under The Seat, Was Launched. Equipped With Advanced Features Including Navigation And Voice Assist, The Bike Is Priced At Rs 77,500.
ન્યૂ ફીચર:સીટની નીચે સ્ટોરેજ આપનારી ફર્સ્ટ બાઇક TVS રેડર લોન્ચ થઈ, નેવિગેશન અને વોઇસ આસિસ્ટ સહિત એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ આ બાઇકની કિંમત 77,500 રૂપિયા
હવે બાઇકમાં પણ સીટની નીચે સ્ટોરેજ મળશે. અત્યાર સુધી ઘણા લોકો બાઇકમાં સ્ટોરેજ ઓપ્શન ન હોવાને કારણે બાઇકને બદલે ગિયરલેસ વ્હીકલ્સ લેવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે કારણ કે, તાજેતરમાં જ માર્કેટમાં એવી બાઇક લોન્ચ થઈ છે જેમાં સીટની નીચે સ્ટોરેજ મળશે. એટલે હવે રાઇડર્સ પોતાની મહત્ત્વપૂર્ણ વસ્તુઓ તેમાં મૂકી શકશે.
TVSએ ઇન્ડિયન માર્કેટમાં ફર્સ્ટ સ્ટોરેજ બાઇક TVS રેડર લોન્ચ કરી દીધી છે. બાઇકમાં રિવર્સ LED ડિજિટલ સ્પીડોમીટર, વોઇસ આસિસ્ટ સાથે ઓપ્શન 5 ઇંચ TFT ક્લસ્ટર, મલ્ટિપલ રાઇડ મોડ અને અંડર સીટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેનાં સેગમેન્ટમાં આ પ્રકારનાં ફીચર્સ આપનારી આ ફર્સ્ટ બાઇક બની ગઈ છે.
આ બાઇકની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 77,500 રૂપિયા છે. બાઇક રિડર ડ્રમ અને ડિસ્ક વેરિઅન્ટમાં ખરીદી શકાશે. તેમજ, તે માર્કેટમાં સ્ટ્રાઇકિંગ રેડ, બ્લેજિંગ બ્લુ, વિકેડ બ્લેક અને ફેરી યલો કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.
ગેસ ચાર્જ 5-સ્ટેપ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન, લો ફ્રિક્શન ફ્રંટ સસ્પેન્શન અને સ્પ્લિટ સીટ મળશે
ફીચર્સ
- TVS રેડરમાં 124.8ccનું એર અને ઓઇલ કૂલ્ડ 3V એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,500 rpm પર 8.37kWનો મેક્સિમમ પાવર અને 6,000 rpm પર 11.2 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
- આ બાઇક માત્ર 5.9 સેકંડમાં કલાક દીઠ 0થી 60 કિમીની સ્પીડ પકડી લે છે. બાઇકમાં ગેસ ચાર્જ 5-સ્ટેપ અડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન, લો ફ્રિક્શન ફ્રંટ સસ્પેન્શન અને સ્પ્લિટ સીટ અને 17 એલોય ચંકી વાઇડ ટાયર્સ લગાવવામાં આવ્યાં છે. 5 ઇંચની આ સ્ક્રીન નેવિગેશનની સુવિધા પણ આપે છે.
- રાઇડ મોડ પર રિવર્સ LED ડિજિટલ સ્પીડોમીટરમાં અનેક ડિટેલ્સ જાણવા મળે છે. આ બાઇકના SmartXonnect વેરિઅન્ટમાં ઓપ્શન 5-ઇંચ TFT ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે બ્લુટૂથ કનેક્ટિવિટી અને વોઇસ આસિસ્ટની સુવિધા આપે છે. તેમાં ઇકોથ્રસ્ટ ફ્યુલ ઇન્જેક્શન (ETFi) ટેક્નોલોજી આપી છે, જેનાથી બાઇકમાં સારી એવરેજ મળે છે.