TVSની રેડિયૉન થશે અપડેટ:નવા ફીચર્સ સાથે TVSની રેડિયૉન દેખાશે સ્માર્ટ, બ્લૂટૂથ સાથે ડિજિટલ સ્પીડોમીટર પણ મળશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

TVS સ્પ્લેન્ડર પ્લસની Xtec એડિશનને આકરી સ્પર્ધા આપવા માટે TVS રેડિયૉનનું સ્માર્ટ મોડલ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આગામી મોડલમાં ડિજિટલ સ્પીડોમીટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, LED DRL જેવા ઘણાં સ્માર્ટ ફીચર્સ આપવામાં આવશે. TVS રેડિયૉન હાલમાં 5 વેરિએન્ટમાં આવે છે, તેની કિંમત 59,925 રૂપિયાથી 74,966 રૂપિયા (એક્સ શો-રૂમ) સુધી જાય છે.

બ્લૂટૂથ કનેક્ટિવિટી, સ્માર્ટ નેવિગેશન, LED DRL અને LED હેડલાઇટ જેવા ઘણાં સ્માર્ટ ફીચર્સ જોઈ શકાય છે. રેડિયૉનની સ્પર્ધક હીરો મોટોકોર્પની સ્પ્લેન્ડર પ્લસ બાઇકે Xtec એડિશન હેઠળ ઘણાં સ્માર્ટ ફિચર્સ સાથે એન્ટ્રી કરી. સ્પ્લેન્ડર પ્લસના નવા મોડલને આકરી સ્પર્ધા આપવા માટે TVS રેડિયોનનું સ્માર્ટ મોડલ બજારમાં લોન્ચ કરશે.

મળી શકે છે રાયડરના ફીચર્સ
ટીવીએસ રેડિયૉનના નવા મોડલમાં કંપની TVS રાઈડરના ફીચર્સ આપી શકે છે. TVS રાયડર મોડેલ રેડિયૉનની એકદમ નજીક છે. રેડિયૉનના નવા મોડલમાં TVS રાયડરના સ્માર્ટ ફીચર્સ જેવા કે ડિજિટલ સ્પીડોમીટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, સ્માર્ટ નેવિગેશન, LED DRL અને LED હેડલાઇટ આવવાના કારણે સ્પ્લેન્ડર કરતા ઘણું સારું મોડલ સાબિત થઈ શકે છે.

નવા મોડલમાં ઉપલબ્ધ ફિચર્સ
સ્પ્લેન્ડરની Xtec એડિશન સાથે સ્પર્ધા કરતા TVS રેડિયૉનનું સ્માર્ટ મોડલ રિયલ-ટાઇમ ફ્યુઅલ એફિશિયન્સી, સાઇડ સ્ટેન્ડ ઇિન્ડકેટર, સર્વિસ રિમાઇન્ડર, ટેન્કની રેન્જ, લો ફ્યુઅલ ઇિન્ડકેટર જેવી સુવિધાઓ સાથે નોક કરી શકે છે. જોકે, TVS રેડિયૉનમાં યુઝર્સને ફ્રન્ટ ડિસ્ક બ્રેક વિકલ્પ મળે છે, જેના કારણે સ્પર્ધાની દ્રષ્ટિએ બજારમાં સ્પ્લેન્ડર પ્લસ કરતાં તે ચડિયાતું ગણાય છે.