ન્યૂ લોન્ચ / TVS Ntorq સ્કૂટર ભારતમાં BS-6 એન્જિન સાથે લોન્ચ, પ્રારંભિક કિંમત 65,975 રૂપિયા

TVS Ntorq Scooter launched with BS-6 engine in India, starting at Rs 65,975

Divyabhaskar.com

Feb 13, 2020, 10:52 AM IST

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ કંપની TVS મોટર્સે ભારતમાં તેની પ્રોડક્ટ લાઇન અપને અપડેટ કરતાં લોકપ્રિય સ્કૂટર Ntorqને BS-6 માન્ય એન્જિનમાં લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 65,975 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત BS-4 મોડેલ કરતાં 6,513 રૂપિયા વધારે છે. આ સાથે જ આ સ્કૂટરના મિડ સ્પેક ડિસ્ક વેરિઅન્ટની કિંમતમાં સૌથી વધુ ભાવવધારો કરવામાં આવ્યો છે, જે 9,980 રૂપિયા છે. તેમજ, Ntorqના ટોપ સ્પેક રેસિંગ વર્ઝનની કિંમત 7,530 રૂપિયા સુધી વધારી દેવામાં આવી છે.

BS-6 TVS Ntorqનાં ફીચર્સને લઇને હજી સુધી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. પરંતુ અપેક્ષા છે કે, તેના આઉટપુટના આંકડા કરન્ટ મોડેલની સરખામણીએ વધુ કે ઓછા હોઈ શકે છે. Ntorq સ્કૂટરમાં 124.79ccનું સિંગલ સિલિન્ડર એન્જિન મળે છે, જે 5,500 rpm પર 10.5Nm ટોર્ક અને 7,500 rpm પર 9.4PS પાવર આપે છે. BS-6 સ્કૂટરમાં કાર્બોરેટર સિસ્ટમની જગ્યાએ કંપની ફ્યુલ ઇન્જેક્શનનો પ્રયોગ કરી શકે છે.

TVS Ntorq સ્કૂટરમાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સ્કૂટરમાં TVS સ્માર્ટ Xonnect બ્લુટૂથ સિસ્ટમ, બ્લુટૂથ અનેબલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ સામેલ છે, જે નેવિગેશન આસિસ્ટ, લાસ્ટ પાર્ક કરવામાં આવેલી લોકેશન આસિસ્ટ, ઇનકમિંગ કોલ અલસર્ટ, મિસ્ડ કોર અલર્ટ, ઓટો રિપ્લાય SMS વગેરે ફેસિલિટી આપે છે. આ સાથે જ તેમાં ફોન સિગ્નલ સ્ટ્રેન્થ, ફોન બેટરી સ્ટ્રેન્ઝ અને રાઇડ સ્ટેટ્સ સિવાય રાઇડિંગ સંબંધિત જાણકારી પણ મળે છે.

X
TVS Ntorq Scooter launched with BS-6 engine in India, starting at Rs 65,975

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી