ન્યૂ લોન્ચ:TVS Ntorq 125ની Race XP એડિશન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ, ડ્યુઅલ મોડથી સજ્જ આ સ્કૂટરની કિંમત 83,275 રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

TVS મોટર કંપનીએ ભારતમાં તેના Ntorq 125 સ્કૂટરની XP એડિશન લોન્ચ કરી દીધી છે. આ સેગમેન્ટમાં આ એકમાત્ર સ્કૂટર છે, જે 10PSથી વધુ પાવર મેળવે છે. તેમાં રેસ ટ્યુનડ ફ્યુઅલ ઇન્જેક્શન (RT-Fi) એન્જિન આપવામાં આવ્યું છે, જે 5,500 rpm પર 10.8Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન CVT યૂનિટથી સજ્જ છે. આ સ્કૂટરની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 83,275 રૂપિયા રાખવામાં આવી છે.

સ્કૂટરમાં રેસ મોડ અને સ્ટ્રીટ મોડ સામેલ કરવામાં આવ્યા
સ્કૂટરમાં રેસ મોડ અને સ્ટ્રીટ મોડ સામેલ કરવામાં આવ્યા

ડ્યુઅલ મોડ મળશે
સારો રાઇડિંગ એક્સપિરિયન્સ મેળવવા માટે તેમાં ડ્યુઅલ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં રેસ મોડ અને સ્ટ્રીટ મોડ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે સ્કૂટર હાઇવે પર ચાલી રહ્યું હોય ત્યારે આ મોડમાં કલાક દીઠ 98 કિમીની સ્પીડથી સ્કૂટર ચાલી શકે છે. તેમજ, સ્ટ્રીટ મોડનો ઉપયોગ શહેર અથવા ટ્રાફિકમાં ચલાવવા માટે આપવામાં આવ્યો છે. તેમાં એક પ્રીમિયમ કનેક્ટિવિટી ફીચર આપવામાં આવ્યું છે. આ સેગમેન્ટમાં આ ફર્સ્ટ વોઇસ આસિસ્ટ ફીચર છે, જેમાં 15 વિવિધ વોઇસ કમાન્ડ અને મોડ ચેન્જ, નેવિગેશન, કંસોલ બ્રાઇટનેસ અડજસ્ટમેન્ટ અને DnD જેવાં ફંક્શન આપવામાં આવ્યાં છે.

Race XP એડિશનમાં SMARTXONNECT કનેક્ટિવિટી પ્લેટફોર્મ મળશે
Race XP એડિશનમાં SMARTXONNECT કનેક્ટિવિટી પ્લેટફોર્મ મળશે

સ્કૂટર TVS Connect મોબાઇલ એપ સાથે કનેક્ટેડ રહેશે
TVS Ntorq 125 Race XP એડિશનમાં SMARTXONNECT કનેક્ટિવિટી પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ બ્લુટૂથ ઇનેબલ્ડ ટેક્નિક છે, જે TVS Connect મોબાઇલ એપ સાથે કનેક્ટેડ છે. તેનાથી ગ્રાહક સ્કૂટરના પ્રફોર્મન્સની ગ્રાફિકલ ઇન્ફોર્મેશન મેળવી શકે છે. આ સ્કૂટરમાં સિગ્નેચર હેડલેમ્પ અને LED ટેલલેમ્પ્સ આપવામાં આવ્યાં છે. તેમાં સ્પોર્ટી રેડ વ્હીલ્સ પણ આપવામાં આવ્યાં છે.

ફીચર્સ
TVS Ntorq 125 Race XP સ્કૂટરના ફ્રંટમાં 220mmની ડિસ્ક બ્રેક અથવા 130mmની ડ્રમ બ્રેક પસંદ કરવામો ઓપ્શન મળે છે. તેમજ, તેના રિઅરમાં 130mmની ડ્રમ બ્રેક આપવામાં આવી છે. સેફ્ટી માટે તેના ફ્રંટમાં SBT ફીચર આપવામાં આવ્યું છે.

તેના ફ્રંટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન સાથે હાઇડ્રોલિક ડેમ્પર્સ અને રિઅરમાં ક્વાઇલ સ્પ્રિંગ સાથે હાઇડ્રોલિક ડેમ્પર્સ આપવામાં આવ્યાં છે. TVS Ntorq 125 Race XPના ડાયમેન્શનની વાત કરીએ તો તેની લંબાઈ 1861mm, પહોળાઈ 710mm અને ઊંચાઈ 1164mm છે. તેનું વ્હીલબેઝ 1285mm છે. તેમજ, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 155mm છે.