ન્યૂ બાઈક / TVSએ પોપ્યુલર બાઈક 'ટીવીએસ સ્ટાર સિટી પ્લસ'નું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત રૂ. 54, 579

TVS launches special edition of Popular Bike TVS Star City Plus, priced at Rs. 54, 579

  •  'ટીવીએસ સ્ટાર સિટી પ્લસ' (TVS Star City Plus)ની સ્પેશિયલ એડિશન લોન્ચ
  • એડિશનમાં નવી વ્હાઈટ એન્ડ બ્લેક કલર સ્કીમની સાથે રેડ હાઈલાઈટ્સ આપવામાં આવી છે
  • કંપનીએ ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય કર્યો છે

Divyabhaskar.com

Sep 10, 2019, 12:58 PM IST

ઓટો ડેસ્ક. મોટરસાઈકલ નિર્માતા કંપની ટીવીએસ (TVS)એ પોતાની પોપ્યુલર બાઈક 'ટીવીએસ સ્ટાર સિટી પ્લસ' (TVS Star City Plus)ની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. આ એડિશનની એક્સ-શોરૂમ કિંમત 54, 579 રૂપિયા છે. આ એડિશનમાં નવી વ્હાઈટ એન્ડ બ્લેક કલર સ્કીમની સાથે રેડ હાઈલાઈટ્સ આપવામાં આવી છે. આ એડિશનની કિંમત અન્ય ડ્યૂઅલ ટોન મોડેલના જેટલી રાખવામાં આવી છે. ડ્યૂલ ટોન મોડેલની કિંમત રેગ્યુલર મોડેલથી 1,500 રૂપિયા કરતાં વધારે છે.

ફેસ્ટિવલ સીઝનના પગલે નવી એડિશન લોન્ચ કરવામાં આવી
કંપનીએ ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય કર્યો છે. આ પહેલાં હોન્ડા (Honda)એ પણ 'Honda CB Shine Limited Edition' લોન્ચ કર્યું હતું. હોન્ડાની આ બાઈકમાં ડ્યૂએલ ટોન કલર સ્કીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ખાસિયતો
'TVS Star City Plus'માં સિન્ક્રોનાઈઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજી (SBT)આપવામાં આવી છે. આ કમ્બાઈન્ડ બ્રેક ટીવીએસ વર્ઝન છે. આ સિસ્ટમ ફ્રન્ટ અને રિઅર બંને બ્રેક પર લાગુ થશે. આ સિસ્ટમ બ્રેક મારવામાં આવે તે દરમિયાન વ્હીલને અચાનક લોક થવાથી અને બાઈકને લપસી જવાથી બચાવે છે. તે ઉપરાંત ટીવીએસની આ બાઈક ગ્રે અને બ્લેક ડ્યૂઅલ ટોન કલરમાં ઉપલબ્ધ હશે. તેમાં ટીવીએસનું ઈકોથ્રસ્ટ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.4hpના પાવર અને 8.7Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગિઅરબોક્સ આપવામાં આવ્યાં છે.

કારગિલ એડિશન બાઈક સ્ટાર સિટી પ્લસની સિન્ક્રોનાઈઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજી (SBT)વાળાં વેરિઅન્ટ પર આધારિત છે. ટીવીએસ સ્ટાર સિટી પ્લસના કારગિલ એડિશનમાં કોસ્મેટિક અપડેટ્ ઉપરાંત મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. તેમાં 110 cc, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 8 bhpનો પાવર અને 8.7 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 4-સ્પીડ ટ્રાંસમિશનથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, સ્ટાક સિટી પ્લસ માઈલેજ 86 કિલોમીટર પ્રતિ લીટર છે. આ બાઈકનું સૌથી મોંઘું વેરિઅન્ટ છે. આ કારગિલ એડિશનમાં બાઈક પર ભારતીય આર્મીના યુનિફોર્મની પ્રિન્ટ છાપવામાં આવી છે.

X
TVS launches special edition of Popular Bike TVS Star City Plus, priced at Rs. 54, 579
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી