ન્યૂ લોન્ચ:TVSએ વધુ એવરેજ આપતું જ્યુપિટર 125 સ્કૂટર લોન્ચ કર્યું, 3 વેરિઅન્ટ અને 4 કલર ઓપ્શનથી સજ્જ આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 73,400 રૂપિયા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

TVSએ ઇન્ડિયન માર્કેટમાં વર્ષ 2013માં જ્યુપિટર સ્કૂટર લોન્ચ કર્યું હતું. ઓછા સમયમાં આ સ્કૂટરને ઘણી પોપ્યુલારિટી મળી છે. તો હવે કંપનીએ આ સ્કૂટરને થોડું વધુ એડવાન્સ બનાવતા ઇન્ડિયન ઓટો માર્કેટમાં નવું જ્યુપિટર 125 સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટરની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 73,400 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 81,300 રૂપિયા છે. આ સ્કૂટર ડ્રેમ બેકલેસ સ્ટીલ વ્હીલ વેરિઅન્ટ, ડ્રમ બ્રેક એન્ડ એલોય વ્હીલ વેરિઅન્ટ અને ફ્રંટ ડિસ્ક બ્રેકલેસ એલોય વ્હીલ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. આ સ્કૂટરને ટોટલી નવાં પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તેમાં સીટ નીચે 32 લિટરનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

ડિઝાઇનઃ સ્કૂટરને બલ્કી લુક આપવામાં આવ્યો છે. તે તેની કલર થીમને વધુ અટ્રેક્ટિવ બનાવે છે. તેનાં ફ્રંટ એપ્રન અને સાઇડ પેનલ પર ક્રીઝ લાઇન્સ આપવામાં આવી છે. તેમાં ક્રોમ સાથે LED DRLsને મિક્સ કરીને ફ્રંટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ, તેમાં નવો LED હેડલેમ્પ મળશે. સ્કૂટરના બેક સેક્શનને અન્ય પાર્ટ્સ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.

ફીચર્સઃ સ્કૂટરનાં ટોપ મોડેલમાં સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ આઉટ અને USB ચાર્જિંગ સોકેટ મળશે. તેમાં એનાલોગ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ મળશે, જેમાં એક વોચ જોવા મળશે. આ ફ્યુલ કંન્ઝમ્પશન, એવરેજ ફ્યુલ કન્ઝમ્પશન અને ફ્યુલ લેવલ બતાવશે.

ડાયમેન્શનઃ TVSનું કહેવું છે કે તેણે સ્પેસ યુટિલાઇઝેશન યુઝેજને લઇને વિશેષ ધ્યાન આપ્યું. ઉદાહરણ તરીકે, સીટ 110mm લાંબી અને 65mm પહોળી છે. એટલે કે રાઇડર સાથે બેક પેસેન્જર માટે પણ પૂરતી સ્પેસ મળશે. સીટની ઊંચાઈ 765mm છે, જેનાથી સરળતાથી તેની ઉપર બેસી શકાશે.

એન્જિનઃ સ્કૂટરમાં 124.8ccનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.3hp પર 6,000rpm પાવર અને 10.5Nm પર 4,500rpmનો ટોર્ક જનરેટ કરે છે. TVSનું કહેવું છે કે, એન્જિન પાવરફુલ લો અને મિડ-રેન્જ પર્ફોર્મન્સ અને રિસ્પોન્સિવનેસ માટે ટ્યુન કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, તેની એવરેજ પણ જૂનાં મોડેલ કરતાં વધુ છે.

ચેસિસઃ કંપનીએ તેનું ચેસિસ ફુલ્લી નવું જ બનાવ્યું છે. તેમાં એક ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં ગેસ ચાર્જ સિંગલ શોક આપ્યું છે. સ્કૂટરનાં ફ્રંટમાં 220mmની ડિસ્ક બ્રેક અને બેકમાં 130mmની ડ્રમ બ્રેક આપવામાં આવી છે. તેનાં લોઅર વેરિઅન્ટમાં બંને ટાયરમાં ડ્રમ બ્રેક મળશે.

ડ્રમ બ્રેક-લેસ સ્ટીલ વ્હીલ વેરિઅન્ટની કિંમત 73,400 રૂપિયા
ડ્રમ બ્રેક-લેસ સ્ટીલ વ્હીલ વેરિઅન્ટની કિંમત 73,400 રૂપિયા

કિંમત અને કોમ્પિટીશન
તેનાં ડ્રમ બ્રેક-લેસ સ્ટીલ વ્હીલ વેરિઅન્ટની કિંમત 73,400 રૂપિયા, ડ્રમ બ્રેક અને એલોય વ્હીલ વેરિઅન્ટની કિંમત 76,800 રૂપિયા અને ફ્રંટ ડિસ્ક બ્રેક-લેસ એલોય વ્હીલ વેરિઅન્ટની કિંમત 81,300 રૂપિયા છે. આ સ્કૂટર ડોન ઓરેન્જ, ઇન્ડિબ્લુ, પ્રિસ્ટાઇન વ્હાઇટ અને ટાઇટેનિયમ ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. ભારતીય બજારમાં તે હોન્ડા એક્ટિવા 125 (પ્રારંભિક કિંમત 72,637 રૂપિયા), યામાહા ફાસિનો 125 (પ્રારંભિક કિંમત 72,030 રૂપિયા) અને સુઝુકી એક્સેસ 125 (પ્રારંભિક કિંમત 73,400 રૂપિયા)ને ટક્કર આપશે.

અન્ય સમાચારો પણ છે...