તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:TVSએ ગ્રાહકોની સુવિધા માટે ઓગમેન્ટેડ રિયાલિટી એપ લોન્ચ કરી, હવે ઘેરબેઠાં સરળતાથી બાઇક ખરીદી શકાશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ દ્વારા ગ્રાહક AR ટેક્નોલોજીની મદદથી પ્રોડક્ટને એક્સપ્લોર અને ખરીદી શકશે
  • શરૂઆતમાં TVS અપાચે RR 310 અને TVS અપાચે RTR 200 4Vની ડિટેલ મળશે

TVS મોટર કંપનીએ ગ્રાહકો માટે ઘેરબેઠાં વ્હીકલ્સ ખરીદવા અને તેનો એક્સપિરિયન્સ કરવા માટે એપ લોન્ચ કરી છે. આ એપની મદદ ગ્રાહક કંપનીનાં કોઇપણ મોડેલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે. કંપનીએ કહ્યું કે, TVSની ઓગમેન્ટેડ રિયાલિટી ઇન્ટરેક્ટિવ વ્હીકલ એક્સપિરિયન્સ (ARIVE) એપ્લિકેશન દ્વારા ગ્રાહકો AR ટેકનોલોજીની મદદથી પ્રોડક્ટને એક્સપ્લોર અને ખરીદી શકશે. શરૂઆતમાં ફક્ત ટોપ મોડેલ જ જોવા મળશે

TVS મોટર કંપનીના માર્કેટિંગ હેત મેઘશ્યામ જાઘોલે જણાવ્યું કે, આ એપ્લિકેશન શરૂઆતમાં કંપનીના ફ્લેગશિપ મોડેલ્સ TVS અપાચે RR 310 અને TVS અપાચે RTR 200 4V વિશે માહિતી આપશે. પાછળથી TVSની તમામ પ્રોડક્ટ્સ ઉમેરવામાં આવશે. આ દ્વારા ગ્રાહક ઘેરબેઠાં પ્રોડક્ટનો એક્સપિરિયન્સ લઈ શકશે.

તેમણે વધુમાં કહ્યું કે, કંપની પ્રોડક્ટ્સ અને સર્વિસિસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં હંમેશાં આગળ રહી છે. TVS ARIVE એપ્લિકેશન તેનું એક્સટેન્શન છે. હવે અમારા ગ્રાહકો ઘેરબેઠાં AR ટેક્નોલોજીના માધ્યમથી અમારી પ્રોડક્ટ્સનો એક્સપિરિયન્સ કરી શકશે. એપ્લિકેશનમાંથી ઓડિયો, વીડિયો અને ટેક્સ્ટ ફોર્મેટનો ઉપયોગ કરીને ગ્રાહક કોઇપણ પ્રોડક્ટને 360 ડિગ્રી જોવાનો અનુભવ કરી શકશે.