ભાવવધારો / TVS Jupiterની કિંમતમાં 1,040 રૂપિયાનો વધારો કરાયો, હવે સ્કૂટર ખરીદવા 63,102 રૂપિયા ચૂકવવા પડશે

X

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 03:11 PM IST

દિલ્હી. TVSના પોપ્યુલર સ્કૂટર Jupiterની કિંમત વધી ગઈ છે. BS6 TVS Jupiter સ્કૂટરની કિંમત 1,040 રૂપિયા વધારી દેવામાં આવી છે. કિંમતમાં વધારો થયા બાદ હવે TVS Jupiterની પ્રારંભિક કિંમત 63,102 રૂપિયા થઈ ગઈ છે. તેમજ, TVS Jupiterના ZX વેરિઅન્ટની કિંમત 65,102 રૂપિયા અને ટોપ વેરિઅટ Classicની કિંમત હવે 69,602 રૂપિયા થઈ ગઈ છે.

લોન્ચિંગ પછી બીજીવાર ભાવવધારો કરાયો
TVS Jupiter સ્કૂટરનું BS6 મોડેલ લોન્ચ થયા બાદ તેની કિંમતમાં આ બીજીવાર ભાવવધારો કરવામાં આવ્યો છે. અગાઉ જૂનમાં સ્કૂટરની કિંમત વધારી દેવામાં આવી હતી. ત્યારે તેની કિંમતમાં આશરે 600 રૂપિયાનો વધારો થયો હતો. જૂન કરતાં આ મહિને TVS Jupiterની કિંમતમાં આશરે બમણો વધારો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે, BS6 અપડેટ અને કોરોના વાઇરસના કારણે તેની ઇનપુટ કોસ્ટ વધી છે, જેના કારણે TVS Jupiterની કિંમત વધારવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
કિંમત સિવાય TVS Jupiterમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ સ્કૂટરમાં 110ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 7000 rpm પર 7.3hp પાવર અને 5500 rpm પર 8.4Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. TVS Jupiter એન્જિનમાં TVSની ET-Fi (ઇકો થ્રસ્ટ ફ્યુલ ઇન્જેક્શન) સિસ્ટમ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, પહેલા કરતાં BS6 TVS Jupiterની એવરેજ 15% વધારે છે.

ફીચર્સ
TVS Jupiterમાં LED હેડલેમ્પ, LED ટેલલેમ્પ અને ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે. સ્કૂટરની બંને બાજુ 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. સ્કૂટરની સીટ નીચે 21 લિટરની સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. ક્લાસિક વેરિઅન્ટમાં USB ચાર્જર, મોબાઇલ ચાર્જર ગ્લ બોક્સ, ટિન્ટેડ વાઇઝર, બ્રેક રેસ્ટ અને એક્સટર્નલ ફ્યુલ ફિલિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી