ન્યૂ લોન્ચ:સુપર-મોટો ABSથી સજ્જ TVS અપાચે RTR 200 4V લોન્ચ થઈ, કિંમત 1.23 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તેમાં ઇઝી અર્બન રાઇડિંગ માટે સેગમેન્ટ-ઇન-ફર્સ્ટ GTT (ગ્લાઇ થ્રૂ ટેક્નોલોજી) ફીચર આપવામાં આવ્યું છે
 • બાઇકમાં સારી રાઇડ ક્વોલિટી અને સ્પોર્ટી હેન્ડલિંગ માટે તેમાં ક્લાસ ફર્સ્ટ રેડિયલ રિઅર ટાયર પણ આપવામાં આવ્યાં છે

TVSએ ઇન્ડિયન માર્કેટમાં સુપર-મોટો ABSથી સજ્જ TVS અપાચે RTR 200 4V લોન્ચ કરી દીધી છે. આ નવાં વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 1 લાખ 23 હજાર રૂપિયા છે. આ નેકેડ સ્ટ્રીટફાઇટર કંપનીના ડોમેસ્ટિક પોર્ટફોલિયોનું લોકપ્રિય મોડેલ છે. નવી સુપર-મોટો ABS મુખ્યત્ત્વે સિંગલ ચેનલ ABS સિસ્ટમ છે, જે વાહનની અટકવાની શક્તિમાં વધારો કરશે અને બ્રેકિંગ ડિસ્ટન્ટ પણ ઘટાડશે. આ સિસ્ટમથી રાઇડરને સારું બ્રેકિંગ કન્ટ્રોલ મળશે. BS6 ટ્રાન્ઝિશન તરફ આગળ વધવા TVS એ ઇન્ડિયન ઓટોમોબાઇલ કંપનીઓમાં પહેલી કંપની હતી અને ગયા વર્ષે જ કંપનીએ BS6 અપાચે RTR 160 4Vની જોડી લોન્ચ કરી હતી. મોટા 200 4V મોડેલમાં 197.75ccનું સિંગલ-સિલિન્ડર, ફોર-સ્ટ્રોક, ફોર-વાલ્વ એન્જિન આપવામાં આવ્યું છે.

અપાચે RTR 200 4V: એન્જિન પાવર અને ડાયમેન્શન

 • બાઇકમાં ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજી સાથે ઓઇલ કૂલ્ડ યૂનિટ આપવામાં આવ્યું છે, જે 8500rpm પર 20.5PS પાવર અને 7500rpm પર 16.8Nm ટોર્ક જનરેટ કરે છે.
 • અપાચે RTR 200 4Vમાં બ્લુટૂથ ઇનેબલ્ડ SmartXonnect ટેક્નોલોજી સાથે ઇઝી અર્બન રાઇડિંગ માટે સેગમેન્ટ-ઇન-ફર્સ્ટ GTT (ગ્લાઇડ થ્રૂ ટેક્નોલોજી) ફીચર પણ આપવામાં આવ્યું છે.
 • અપાચે RTR 200 4Vની લંબાઈ 2050mm, પહોળાઈ 790mm, ઉંચાઈ 1050mm અને વહીલબેઝ 1353mm છે. તેમાં 800mmની સેડલ હાઇટ અને 180mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. ફ્યુલ ટેંકની કેપેસિટી 12 લિટર છે અને તેનું વજન 153 કિલો છે.

ટોપ-સ્પેક ટ્રિમ કરતાં કિંમતમાં લગભગ 5,000 રૂપિયા સસ્તું

 • TVS અપાચે RTR 200 4V તેના સેગમેન્ટમાં એકમાત્ર બાઇક છે, જે RLP (રિઅર વ્હીલ લિફ્ટ ઓફ પ્રોટેક્શન) કન્ટ્રોલ અને સ્લિપર ક્લચ સાથે ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમથી સજ્જ છે.
 • તેમજ, કંપનીનું કહેવું છે કે, તેમાં સારી રાઇડ ક્વોલિટી અને સ્પોર્ટી હેન્ડલિંગ માટે તેમાં ક્લાસ ફર્સ્ટ રેડિયલ રિઅર ટાયર પણ આપવામાં આવ્યાં છે. નવી સુપર-મોટો ABS વેરિઅન્ટ રેન્જને આગળ વધારવામાં મદદ કરે છે અને ટોપસ્પેક ટ્રિમ કરતાં તે 5,000 રૂપિયા સસ્તું છે.

સુપર-મોટો ABS મોડેલ બે પેન્ટ સ્કીમમાં અવેલેબલ હશે

 • સુપર-મોટો ABSથી સજ્જ TVS અપાચે RTR 200 4V ગ્લોસ બ્લેક અને પર્લ વ્હાઇટ નામથી બે પેન્ટ સ્કીમમાં અવેલેબલ હશે અને તેની કિંમત 1,23,500 રૂપિયા છે.
 • બાઇકમાં LED હેડલેમ્પ, LED પોઝિશન લેમ્પ, ફેધર ટચ સ્ટાર્ટ સામેલ છે.
 • આ ડબલ ક્રેડલ સ્પ્લિટ સિંક્રો સ્ટ્રોન્ગ ફ્રેમ પર બનાવવામાં આવી છે અને તેમાં ટેલિસ્કોપિક ફ્રંટ અને મોનોશોક રિઅર સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...