તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TVS અપાચે RTR 180 બાઇકની કિંમત લીક થઈ, અપગ્રેડેડ મોડેલની કિંમત 6,700 રૂપિયા વધારે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ TVS મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં કેની બાઇક TVS અપાચે RTR 180ને BS6 એન્જિન સાથે અપડેટ કરીને માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હજી ઓફિશિયલી આ બાઇક લોન્ચ નથી કરી. પરંતુ લોન્ચિંગ પહેલાં આ બાઇકની કિંમત લીક થઈ ગઈ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ બાઇકના કરન્ટ મોડેલ કરતાં અપગ્રેડેડ મોડેલની કિંમત 6,700 રૂપિયા વધારે હશે.


BS6 અપાચે RTR 180ના એન્ટ્રી લેવલ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 1.01 લાખ રૂપિયા હશે. તેમજ, તેનાં ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કકિંમત 1.04 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ બાઇક છેલ્લે વર્ષ 2018માં અપડેટ કરી હતી. તે સમયે બાઇકને નવા રંગ અને અલગ સીટ મટિરિયલ સાથે રજૂ કરી હતી. આ બાઇકમાં નવા સ્પીડોમીટર સાથે નવી ડિઝાઇનનું ક્રેશગાર્ડ પણ આપવામાં આવ્યું હતું.


કંપની આ નવાં બાઇકમાં કેટલાક નવા કોસ્મેટિક ફેરફાર કરી શકે છે. આ બાઇકમાંનવા BS6 માન્ય 177.4ccના એર કૂલ્ડ એન્જિન આપવામાં આવશે. આ નવું મોડેલ 1.6hp પાવર અને 15.5Nm ટોર્ક જનરેટ કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી અપડેટ પછી તેના એન્જિનના પાવર આઉટપુટમાં પણ જોવા મળી શકે છે.


એન્જિન અપડેટ સિવાય આ બાઇકના મિકેનિઝમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. આ ઉપરાંત, તેમાં સિંગલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવશે. ઇન્ડિયન માર્કેટમાં આબાઇક બજાજ પલ્સર અને યામાહા FZ સિરીઝને ટક્કર આપશે.