ન્યૂ લોન્ચ:ટ્રાયમ્ફની બોનેવિલે બોબર બાઇક ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ થઈ, કિંમત 11.75 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા

ટ્રાયમ્ફે તેની બોનેવિલે બોબર બાઇકનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરી દીધું છે. જેની ઈન્ડિયામાં એક્સ શો રૂમ કિંમત કંપની દ્વારા 11 લાખ 75 હજાર રૂપિયા રાખવામાં આવી છે. ટ્રાયમ્ફે નવી બોબર બાઇકમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. જે આ બાઇકને પહેલા કરતાં ઘણી સારી બનાવે છે. તેમજ, આ બાઇકમાં લેટેસ્ટ એક્સેસરીઝ અને અડજસ્ટેબલ સીટ અને ફૂટ પેગ પોઝિશન આપવામાં આવી છે.

ટ્રાયમ્ફ મોટરસાઇકલના બિઝનેસ હેડ શોએબ ફારૂકે બાઇકના લોન્ચિંગ વખતે જણાવ્યું કે, અમે આ બાઇકને એક વર્ષના લાંબાગાળા પછી અપડેટ કરીને તેને લોન્ચ કરી છે. જેમાં બ્લેક-આઉટ ફિનિશિંગ સાથે ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

બાઇકમાં 12 લિટર કેપેસિટીની ટેંક મળશે
બાઇકમાં 12 લિટર કેપેસિટીની ટેંક મળશે

એન્જિન ડિટેલ્સ
કંપનીએ આ બાઇકમાં યુરો 5 સ્ટાન્ડર્ડનું 1200cc એન્જિન આપ્યું છે, જે 78 PS પાવર અને 106 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, આ બાઇકમાં કંપનીએ 12 લિટર કેપેસિટીની ટેંક પણ આપી છે, જે પહેલા કરતાં 33% વધુ મોટી છે.

સ્ટોર્મ ગ્રે અને મેટ આયર્નસ્ટોન સ્કીમ અને કોર્ડોવન રેડ સ્કીમ અને ક્લાસિક જેટ બ્લેકનો કલર ઓપ્શન મળશે
સ્ટોર્મ ગ્રે અને મેટ આયર્નસ્ટોન સ્કીમ અને કોર્ડોવન રેડ સ્કીમ અને ક્લાસિક જેટ બ્લેકનો કલર ઓપ્શન મળશે

બાઇક ત્રણ કલર ઓપ્શનથી સજ્જ
નવી બોબરમાં ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં સ્ટોર્મ ગ્રે અને મેટ આયર્નસ્ટોન સ્કીમ અને કોર્ડોવન રેડ સ્કીમ અને ક્લાસિક જેટ બ્લેકનો ઓપ્શન આપવામાં આવ્યો છે. તેમજ, માર્ચમાં ટ્રાયમ્ફ કંપનીએ તેની પ્રીમિયમ બાઇક Bonneville T120નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું હતું. ટ્રાયમ્ફ કંપનીએ આ બાઇકમાં વિશ્વની નવી સિસ્ટમના એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે તમામ દેશોના સ્ટાન્ડર્ડને પૂર્ણ કરે છે. તેમજ, આ બાઇકમાં સેફ્ટી ફીચર્સ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. તેથી, તેના આગળના વ્હીલમાં 16 ઇંચની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ સાથે બાઇકમાં 12 લિટરની ફ્યુલ ટેંક પણ આપવામાં આવી છે.