તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Triumph Speed Twin 2021 Bike Equipped With 3 Riding Modes And New Brake Suspension Setup Launched, Priced At Rs 10.99 Lakh

ન્યૂ લોન્ચ:3 રાઇડિંગ મોડ અને નવાં બ્રેક સસ્પેન્શન સેટઅપથી સજ્જ ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 2021 બાઇક લોન્ચ થઈ, કિંમત 10.99 લાખ રૂપિયા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

એડવેન્ચર બાઇક્સ માટે પોપ્યુલર ગણાતી ટ્રાયમ્ફ મોટરસાઇકલ કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં તેની એક નવી બાઇક ઉતારી છે. આ બાઇકનું નામ ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 2021 રાખવામાં આવ્યું છે. તેમજ, તેની કિંમત 10.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન બાઇકમાં નવું બ્રેક સસ્પેન્શન સેટઅપ, ટાયર અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. આ સાથે તેનાં એન્જિનમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયન માર્કેટમાં નવી ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિનનું બુકિંગ જૂન 2021થી જ શરૂ થઈ ગયું હતું.

એન્જિન ડિટેલ્સ
કંપનીનો દાવો છે કે નવી ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિનમાં પર્ફોર્મન્સ, સ્પેસિફિકેશન, હેડલિંગ અને રાઇડ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં આવી છે. આ બાઇકમાં હાઇ પર્ફોર્મન્સ 1200ccનું એન્જિન લગાવવામાં આવ્યું છે. જો કે, પર્ફોર્મન્સ મામલે આ બાઇક બોનવિલ કરતાં વધુ પાવર આપે છે. તે એન્જિન બોનવિલે મોડેલ કરતાં 17% વધુ પાવર જનરેટ કરે છે. કંપની દ્વારા બાઇકમાં 6-સ્પીડ ગિયરબોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નવું શું હશે?
બાઇકના સસ્પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બાઇકમાં 120mm ટ્રાવેલ સાથે આગળના ભાગમાં 43mm Marzocchi (માર્ઝોચી) ફોર્ક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ, રિઅરમાં 120mm ટ્રાવેલ સાથે ટ્વિન શોક અબ્ઝોર્બર લગાવવામાં આવ્યું છે. બાઇકની ડિઝાઇન અને સ્ટાઇલ જૂનાં મોડેલ જેવાં જ છે.

ટ્રાયમ્ફે નવા સ્પીડ ટ્વીનમાં બ્રેમ્બો ડિસ્ક બ્રેકનો ઉપયોગ કર્યો છે. બાઇકનાં ફ્રંટ વ્હીલમાં ફોર પિસ્ટન M50 રેડિયલ મોનોબ્લોક કેલિપર ડ્યુઅલ 305mm ડિસ્ક બ્રેક અને રિઅર વ્હીલમાં ટૂ-પિસ્ટન કેલિપર 220mm સિંગલ ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાઇકમાં 2 નાની ડિજિટલ LCD સ્ક્રીન મળશે
બોનેવિલ બેજ સાથે આ બાઇકને મોડર્ન ક્લાસિક ડિઝાઇન આપવામાં આવી છે. આ બાઇકમાં પહેલાની જેમ જ ટ્વિન પેડ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ સાથે બે નાની ડિજિટલ LCD સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં રાઇડિંગ મોડ, ક્લોક, ટ્રિપ મીટર અને રોડ મીટર ફીચર આપવામાં આવ્યું છે. બાઇકમાં LED DRL સાથે LED ટેલલેમ્પ અને LED ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યાં છે.

રેન, રોડ અને સ્પોર્ટ 3 રાઇડિંગ મોડ મળશે
2021 ટ્રાયમ્ફ સ્પીડ ટ્વીનમાં આપવામાં આવેલું રાઇડિંગ મોડનું ફીચર્સ ખૂબ જ અટ્રેક્ટિવ છે. આ બાઇકમાં ત્રણ રાઇડિંગ મોડ રેન, રોડ અને સ્પોર્ટ આપવામાં આવ્યાં છે, જે રાઇડરની પસંદગી પ્રમાણે થ્રોટલ રિસ્પોન્સ અને ટ્રેક્શન કન્ટ્રોલ સેટિંગ બંને અડજસ્ટ કરે છે.
બાઇક ચલાવતી વખતે રાઇડિંગ મોડ બદલી શકાય છે. તેમાં ટ્રેક્શન કન્ટ્રોલ સંપૂર્ણ રીતે બંધ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. બાઇકમાં ટાયરની કાળજી રાખવા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) પણ આપવામાં આવી છે.

ટ્રાયમ્ફની બાઇકની કોમ્પિટીશન કોની સાથે થશે?
ભારતમાં કંપની આ બાઇકને કમ્પ્લિટલી બિલ્ટ યૂનિટ (CBU) રૂટથી લાવી રહી છે. વેચાણ પ્રમાણે ભારતમાં ટ્રાયમ્ફ સ્પીડ ટ્વીનને બહુ ખાસ પસંદ કરવામાં નથી આવી. એટલે હવે જોવાનું છે કે નવા અવતારમાં તે છવાઈ શકે છે કે નહીં. ભારતમાં 2021 ટ્રાયમ્ફ સ્પીડ ટ્વીનની ટક્કર ડુકાટી સ્ક્રેમ્બલર 1100 (10.99 લાખ રૂપિયા) અને હાર્લી ડેવિડસન ફોર્ટ એટ (10.61 લાખ રૂપિયા) જેવી પ્રીમિયમ બાઇક સાથે થશે.

અન્ય સમાચારો પણ છે...