• Gujarati News
  • Utility
  • Automobile
  • Triton's Electric Car Will Cover A Distance Of 1200 Km In 2 Hours Of Charging, 8 Seater Car Will Reach A Speed Of 100 Km In Just 2.9 Seconds

ટ્રાઇટન ઇલેક્ટ્રિક કાર:માનો યા ના માનો, આ ઈ-કાર 2 કલાકના ચાર્જિંગમાં 1200 કિમીનું અંતર કાપશે! 8 સીટર હોવા છતાં 2.9 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે લોકોને ચિંતામાં મૂકી દીધા છે. લોકો હવે ઇલેક્ટ્રિક કારના ઓપ્શન તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ ઇલેક્ટ્રિક કારમાં પણ તેને વારંવાર ચાર્જ કરવાની ચિંતા તો રહ્યા જ કરે છે. પરંતુ હવે આ ટેન્શન પણ ટ્રાઇટન કંપનીએ દૂર કરી દીધું છે. અમેરિકાની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ટ્રાઇટને આ ઇન્ડિયન માર્કેટમાં તેની મોડેલ H ઇલેક્ટ્રિક SUV રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક કારની ખાસ વાત એ છે કે સિંગલ ચાર્જ બાદ આ કાર અધધધ 1200 કિમી સુધી ચલાવી શકાય છે.

કારમાં હાઇપરચાર્જનો ઓપ્શન મળશે
કારમાં હાઇપરચાર્જનો ઓપ્શન મળશે

2 કલાક ચાર્જ કરો અને 1200 કિમી ફેરવો
આ SUVમાં 200kWh બેટરી પેકના એક સેટમાંથી પાવર લે છે, જેમાં હાઇપરચાર્જનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ટ્રાઇટન EV દાવો કરે છે કે, આ ઇલેક્ટ્રિક SUV માત્ર બે કલાકમાં હાઈપરચાર્જર દ્વારા ફુલ્લી રિચાર્જ થઈ શકે છે. આ કાર 0-100 kmphની સ્પીડ માત્ર 2.9 સેકંડમાં પકડી શકે છે. ફુલ ચાર્જ થયા બાદ તેને લગભગ 1200 કિમી સુધી ચલાવી શકાય છે. આ પ્રકારની રેન્જ ધરાવતી દેશ અને વિશ્વની આ ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર પણ હશે. Triton Model H SUV 7 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે.

કારની લંબાઈ 18 ફૂટથી વધુ છે અને SUVમાં 8 લોકો સરળતાથી બેસી શકશે
કારની લંબાઈ 18 ફૂટથી વધુ છે અને SUVમાં 8 લોકો સરળતાથી બેસી શકશે

લંબાઈ 18 ફૂટ કરતાં પણ વધારે
આ ટ્રાઈટન કારની લંબાઈ 5,690 mm, ઊંચાઈ 2,057 mm અને પહોળાઈ 1,880 mm છે. તેનું વ્હીલબેઝ આશરે 3,302mm છે. એટલે કે, કારની લંબાઈ 18 ફૂટથી વધુ છે. આ કારમાં મોટો ચંકી ફ્રંટ ફેસ અને મોટી ગ્રિલ મળશે. આ SUVમાં 8 લોકો સરળતાથી બેસી શકશે. કંપનીનું કહેવું છે કે, તેમાં 5,663 લિટર (200 ઘન ફૂટ) સુધીનો સામાન સરળતાથી સ્ટોર કરી શકાય છે.

કંપની તેલંગણામાં પ્લાન્ટ શરૂ કરશે
કંપનીએ કહ્યું કે તેને ભારત તરફથી 2.4 અબજ ડોલર (લગભગ 18,000 કરોડ રૂપિયા)ની ખરીદીના ઓર્ડર મળી ચૂક્યા છે. કંપની ટૂંક સમયમાં તેલંગાણાના ઝહિરાબાદ વિસ્તારમાં પોતાનું પ્રોડક્શન યૂનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. તેણે કહ્યું કે, તેઓ આગામી કેટલાક મહિનાઓમાં 300 મિલિયન ડોલરનું રોકાણ કરશે. ભારતની સાથે કંપની બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળમાં પણ કારનું પ્રોડક્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...