• Home
  • Utility
  • Automobile
  • Toyota's Urban Cruiser SUV will be launched in the festive season, another product to be partnered with Suzuki and Toyota

અપમકિંગ / ટોયોટાની Urban Cruiser SUV ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ થશે, સુઝુકી અને ટોયોટાની પાર્ટનરશિપ હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ હશે

Toyota's Urban Cruiser SUV will be launched in the festive season, another product to be partnered with Suzuki and Toyota
X
Toyota's Urban Cruiser SUV will be launched in the festive season, another product to be partnered with Suzuki and Toyota

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 02:46 PM IST

દિલ્હી. ટોયોટા ઇન્ડિયન માર્કેટમાં નવી સબકોમ્પેક્ટ SUV લાવવાની તૈયારી કરી રહી છે. ટોયોટાની આ SUV મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા પર બેઝ્ડ હશે. તેને Toyota Urban Cruiser નામતી ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. અગાઉ ટોયોટા અર્બન ક્રૂઝર ઓગસ્ટ મહિનામાં લોન્ચ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસના કારણે તેનું લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું.

સુઝુકી સાથે પાર્ટનરશિપમાં બીજી પ્રોડક્ટ
અર્બન ક્રૂઝર SUV ટોયોટા અને મારુતિ સુઝુકીની પાર્ટનરશિપ હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ હશે. અગાઉ ટોયોટાએ મારુતિ સુઝિકીની પ્રિમિયમ હેચબેક બલેનો પર બેઝ્ડ ગ્લેન્ઝા લોન્ચ કરી હતી. ટોયોટાના બેજ અને નવી ગ્રિલ સહિત કેટલાક ફેરફારો કરવાની સાથે ગ્લેન્ઝા સંપૂર્ણ રીતે બલેનો જેવી જ છે. જો કે, અર્બન ક્રૂઝરમાં કેટલાક વધારે ફેરફાર થવાની શક્યતા છે, જે તેને મારુતિ બ્રેઝા કરતા અલગ લુક આપશે.

એન્જિન ડિટેલ્સ
ટોયોટા અર્બન ક્રૂઝરમાં મારુતિ બ્રેઝાવાળું એન્જિન આપવામાં આવે એવી શક્યતા છે. બ્રેઝામાં 1.5 લિટરનું K સિરીઝ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે સુઝુકીની માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવે છે. આ એન્જિન 104bhp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવ્યા છે.

માર્કેટમાં અન્ય ગાડીઓ સાથે સ્પર્ધા કરશે
ટોયોટા અર્બન ક્રૂઝર સબકોમ્પેક્ટ SUV એટલે કે 4 મીટર કરતાં નાની કારના સેગમેન્ટમાં આવી રહી છે. માર્કેટમાં તેની ટક્કરમાં ઘણી SUV છે. તેમાં મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈ વેન્યૂ, ટાટા નેક્સન, મહિન્દ્રા XUV300 અને ફોડ ઇકોસ્પોર્ટ વગેરે જેવી ગાડીઓ સામેલ છે. આ ઉપરાંત, કિઆ સોનેટ, રેનો કાઇગર અને નિસાન મેગ્નાઇટ વગેરે SUV પણ આ સેગમેન્ટમાં આવવાની છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી