તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાન્યુઆરી 2021 ઓટો સેલ્સ રિપોર્ટ:ટોયોટાના વેચાણમાં સૌથી વધારે 92%નો ગ્રોથ, 3.45% વાર્ષિક ઘટાડો હોવા છતાં અલ્ટોનું વેચાણ સૌથી વધારે

એક મહિનો પહેલા
  • 12,284 યુનિટની સાથે ક્રેટા હ્યુન્ડાઈની સૌથી વેચાણ કરનારી કાર
  • એસ્કોર્ટના ટ્રેક્ટરના સેલ્સમાં 48.8 ટકાનો વધારો નોંધાયો

લોકડાઉનની સૌથી ખરાબ અસરગ્રસ્ત ઓટો ઉદ્યોગ હવે ઝડપથી રિકવર થઈ રહ્યો છે. જાન્યુઆરી 2021માં મારુતિ સુઝુકી, હોન્ડા, MG મોટર્સ, એસ્કોર્ટ ટ્રેક્ટરની માગમાં વધારો જોવા મળ્યો. જાણો ગત મહિને વેચાણની બાબતમાં કઈ કંપનીની શું સ્થિતિ હતી....

હ્યુન્ડાઈએ ઘરેલુ માર્કેટમાં 52 હજાર કાર વેચી

  • મારુતિ સુઝુકીએ ગત મહિને લોકલ માર્કેટમાં 1,39,002 કારનું વેચાણ કર્યું હતું. જે 0.6% ઓછું છે. ગત વર્ષે આ સમયગાળામાં મારુતિએ લોકલ માર્કેટમાં 1,39,844 કાર વેચી હતી. જોકે કુલ વેચાણમાં કંપનીએ 4.3%ની વૃદ્ધિ હાંસલ કરી છે. અલ્ટો અને એસ પ્રેસોના કુલ 25,153 યુનિટનું વેચાણ થયું છે જ્યારે વેગનઆર, સ્વિફ્ટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો, ડિઝાયર અને ટૂર એસના કુલ 76,935 યુનિટ વેચાયા છે.
  • હ્યુન્ડાઈએ લોકલ માર્કેટમાં 52 હજાર કાર વેચી જે વાર્ષિક રીતે 23.8% ઓછી છે. ગત વર્ષે આ સમયગાળામાં કંપનીએ 42 હજાર કાર વેચી હતી. ટોયોટાએ 11,126 કાર વેચી જે વાર્ષિક 92% વધારે હતી. MGના સેલ્સમાં 15%નો વધારો થયો છે. ફાર્મ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર એસ્કોર્ટના ટ્રેક્ટરના સેલ્સમાં 48.8%નો વધારો થયો છે. ગત મહિને કંપનીએ સૌથી વધારે 9 હજાર ટ્રેક્ટર વેચ્યા હતા.

હ્યુન્ડાઈ ક્રેટાના 12,284 યુનિટ વેચાયા, વાર્ષિક 78.02%નો ગ્રોથ

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો