અપકમિંગ / ટોયોટા વેલફાયર આ જ મહિને ભારતમાં લોન્ચ થશે, અંદાજિત કિંમત 70-75 લાખ રૂપિયા

Toyota Welfare will launch in India this month, with an estimated cost of Rs 70-75 lakh

Divyabhaskar.com

Oct 07, 2019, 01:17 PM IST

ઓટો ડેસ્કઃ જાપાનની ઓટોમોબાઇલ નિર્માતા કંપની ટોયોટા ભારતમાં આ મહિને તેની લક્ઝરી MPV Vellfire લોન્ચ કરશે. કંપની તરફથી હજી લોન્ચિંગ ડેટની જાહેરાત કરવામાં નથી આવી. ભારતમાં આ MPVની કિંમત 70થી 75 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. ભારતમાં આ કારની ટક્કર Mercedes-Benz V-Class સાથે થશે.

આ પ્રીમિયમ MPVમાં LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ સાથે સ્પ્લિટ હેડલેમ્પ્સ અને મોટી ક્રોમ પટ્ટી સાથે ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે. MPVમાં મોટું એરડેમ છે, જેની બંને બાજુ ટ્રાયેન્ગુલર ફોગ લેમ્પ પોડ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં ઈન્ટિગ્રેટેડ ટર્ન સિગ્નલ્સ સાથે આઉટ સાઇડ વ્યૂ મિરર્સ પણ આપવામાં આવ્યા છે.

ઈન્ટિરિયર
ટોયોટાની આ પ્રીમિયમ MPVનું ઈન્ટિરિયર બ્લેક કલરમાં છે. તેનાં ડેશબોર્ડ પર ફોક્સ વુડ ફિનિશ મળશે. સેન્ટર કંસોલની ચારેબાજુ સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે, જેમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને AC મોડ્યુલ છે. આ ઉપરાંત, વેલફાયરમાં લેધર વુડન ફિનિશ મલ્ટિ-ફંક્શન સ્ટિયરિંગ વ્હીલ અને ટ્વીન પોડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

કારમાં 7 એરબેગ્સ
આ પ્રીમિયમ MPVમાં વેન્ટિલેટેડ અને હીટેડ સીટ્સ મળશે, જેમાં રિક્લાઇનિંગની સુવિધા હશે. આ ઉપરાંત, તેમાં લેધર અપહોલ્સ્ટ્રી, પાવર સાઇડ અને રીઅર ડોર, ટ્વિન મોનોરૂફ, એમ્બિઅન્ટ લાઇટિંગ, સીટ ટેબલ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, પર્સનલ સ્પોટ લાઇટ્સ અને 7 એરબેગ્સ જેવાં અનેક ફીચર્સ મળશે. ભારતમાં ટોયોટા વેલફેરને 2.5 લિટર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. એન્જિન કન્ટિન્યુઅસલી વેરિએબલ ટ્રાન્સમિશન (CVT)થી સજ્જ હશે.

X
Toyota Welfare will launch in India this month, with an estimated cost of Rs 70-75 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી