ઓટો બાઈંગ ગાઈડ:અંદરથી એક જેવી લાગે છે ટોયોટા અર્બન ક્રૂઝર અને મારુતિ વિટારા બ્રેઝા, પરંતુ એક્સટિરિયરમાં કેટલું અંતર; કિંમત અને સ્પેસિફિકેશનથી જાણી લો બંનેમાંથી શ્રેષ્ઠ કાર કઈ?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અર્બન ક્રૂઝરના 6 વેરિઅન્ટ લોન્ચ થયાં છે, બેઝિક વેરિઅન્ટની કિંમત 8.40 લાખ રૂપિયા છે
  • મારુતિ બ્રેઝાના બેઝિક વેરિઅન્ટની કિંમત 7.34 લાખ રૂપિયા છે, તેનાં કુલ 7 વેરિઅન્ટ છે

ટોયોટાએ તેની અર્બન ક્રૂઝર SUV ભારતમાં લોન્ચ કરી છે. આ કંપનીની પ્રથમ એવી કોમ્પેક્ટ SUV છે જેને મારુતિ સુઝુકી સાથે પાર્ટનરશિપમાં તૈયાર કરાઈ છે. તેને મારુતિ બ્રેઝાના પ્લેટફોર્મ પર ડેવલપ કરાઈ છે, પરંતુ તેની ડિઝાઈન એકદમ અલગ છે. આમ તો અર્બન ક્રૂઝરની ટક્કર માર્કેટમાં ઘણી કાર સાથે થશે, પરંતુ વિટારા બ્રેઝા સાથે તેનો સીધો મુકાબલો થશે.

ટોયોટા અર્બન ક્રૂઝર અને મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાની કિંમત અને વેરિઅન્ટ લગભગ એક જેવા છે. ડિઝાઈન ભલે બંનેની અલગ હોય, પરંતુ તેનું ઈન્ટિરિયર એક જેવું જ છે. તેવામાં તમે કાર ખરીદવા માગો છો તો બંનેનાં કમ્પેરિઝન પર એક નજર કરો...

  • અર્બન ક્રૂઝરની ડિઝાઈન વિટારા બ્રેઝાથી એકદમ અલગ છે. અર્બનમાં 2 પાર્ટમાં ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઉપરની તરફ નાની ગ્રિલ મળે છે અને નીચે પણ એક ગ્રિલ આપવામાં આવી છે. બંને ગ્રિલની વચ્ચે બમ્પરને સ્માઈલી ફેસ ડિઝાઈન અપાઈ છે.
  • બ્રેઝામાં 3 પાર્ટમાં ગ્રિલ મળે છે, પરંતુ ટોપ ગ્રિલમાં ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં કંપનીએ તેનો લોગો ફિક્સ કર્યો છે, જે વધારે એક્ટ્રેક્ટિવ લાગે છે. નીચેની બંને ગ્રિલને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે. તમામ ગ્રિલ બમ્પર સાથે ફિક્સ છે.
  • બંને કારમાં LED DRLs અને LED પ્રોજેક્ટર હેડલેમ્પ મળે છે. બંને કારમાં ફૉગ લેમ્પ પણ એક જેવા છે, પરંતુ તેમને બમ્પરમાં જ્યાં ફિક્સ કરવામાં આવ્યા છે તેની ડિઝાઈન અલગ છે. સાઈડ વ્યૂમાં બંને કાર એક જેવી લાગે છે. કારની બેક પણ એકસમાન નજરે પડે છે. બેક LED અને ટેઈલ લાઈટની ડિઝાઈન પણ એકસમાન છે. તેમના અલોય વ્હીલમાં પણ અંતર જોવા મળતું નથી.
  • જો તમને આંખો પર પટ્ટી બાંધીને બંને કારમાં બેસાડવામાં અને ફરક પૂછવામાં આવે કે તમે કઈ કારમાં બેઠાં હતાં તો તમને કોઈ ફરક જણાશે નહિ. બહારથી અલગ દેખાતી આ બંને કાર અંદરથી એક જેવી જ છે. ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, AC વિંગ્સ, ક્લાઈમેટ કન્ટ્રોલ, સ્પીડોમીટર સહિત અન્ય એલિમેન્ટની પોઝિશન પણ એક જેવી છે.
  • બંને કારમાં એક જેવું માઉન્ટેડ સ્ટીયરિંગ મળે છે. તેમાં બટનની પોઝિશન પણ એક જેવી જ છે. આ સિવાય કપ હોલ્ડર, સ્પીકરની પોઝિશન પણ એક જેવી છે. બંનેમાં સ્લાઈડિંગ ફ્રન્ટ આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે. કારની બેક રૉમાં કપ હોલ્ડવાળી સીટ સાથે એક જેવી બૂટ સ્પેસ મળે છે. બંને કારના ટોપ વેરિઅન્ટમાં રિવર્સ કેમેરા પણ મળે છે. તો બંનેના સેફ્ટી ફીચર્સ પણ એક જેવા છે.

બંને ગાડીમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જેનો પાવર 105Ps અને ટોર્ક 138Nm છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. એન્જિન અને ગિયરબોક્સ પણ બંને કારમાં એકસરખું છે. આ એન્જિન BS6 નોર્મ્સ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

બંને કારના એક જેવાં જ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેમની કિંમતમાં પણ વધારે અંતર જોવા મળતું નથી. જોકે વિટારા બ્રેઝાની પ્રારંભિક કિંમત 7.34 લાખ રૂપિયા છે, જે તેનાં LXI વેરિઅન્ટની છે. ત્યારબાદ શરૂ થતા VXI વેરિઅન્ટથી અર્બનનાં વેરિઅન્ટ સાથે ટક્કર શરૂ થાય છે.અર્બન

અર્બન ક્રૂઝર (એક્સ-શૉ રૂમ)વિટારા બ્રેઝા (એક્સ-શૉ રૂમ)
મિડ MT 8.4 લાખ રૂપિયાVXI MT 8.35 લાખ રૂપિયા
મિડ AT 9.8 લાખ રૂપિયાVXI AT 9.75 લાખ રૂપિયા
હાઈ MT 9.15 લાખ રૂપિયાZXI MT 9.10 લાખ રૂપિયા
હાઈ AT 10.65 લાખ રૂપિયાZXI AT 10.5 લાખ રૂપિયા
પ્રિમિયમ MT 9.8 લાખ રૂપિયાZXI+ MT 9.75 લાખ રૂપિયા
પ્રિમિયમAT 11.3 લાખ રૂપિયાZXI+ AT 11.15 લાખ રૂપિયા
અન્ય સમાચારો પણ છે...