સાઇડ ઇફેક્ટ:ચીપની અછતને કારણે ટોયોટા વાર્ષિક 3 લાખ વ્હીકલ મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો કરશે, સપ્ટેમ્બરમાં 70,000 યૂનિટ પ્રોડક્શનને અસર થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઇલ કંપનીઓ હજુ સુધી સેમિકન્ડક્ટરની અછતમાંથી બહાર આવી નથી. ઓગસ્ટમાં ઘણી કંપનીઓએ વાર્ષિક અને માસિક ધોરણે ગ્રોથ જોયો હશે. પરંતુ તેમણે સ્વીકાર્યું કે સેમિકન્ડક્ટર્સને કારણે આ ગ્રોથ જોઇએ એટલો નહોતો. સપ્ટેમ્બરમાં પણ સેમિકન્ડક્ટર્સની અસર ઘણી કંપનીઓ પર જોવા મળી રહી છે. મારુતિ અને મહિન્દ્રા બાદ હવે ટોયોટા મોટર્સે પણ ચીપની અછતને કારણે વાર્ષિક 3 લાખ વ્હીકલના મેન્યુફેક્ટરિંગમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે.

ઓક્ટોબર સુધી 3.30 લાખ યૂનિટના પ્રોડક્શન પર અસર થશે
તેના કારણે સપ્ટેમ્બરમાં ગ્લોબલ લેવલે 70 હજાર યૂનિટનું પ્રોડક્શન અસરગ્રસ્ત થશે, જેમાંથી 1.5 લાખ યૂનિટ જાપાનના અને 40,000 યૂનિટ અન્ય દેશોના હશે. તેમજ, ઓગસ્ટની સરખામણીએ ઓક્ટોબરમાં 3.30 લાખ યૂનિટનાં પ્રોડક્શન પર અસર થશે, જેમાંથી 30 હજાર યૂનિટ જાપાનના અને 1.8 લાખ યૂનિટ અન્ય દેશોના હશે.

ભારતમાં તેની અસર શું થશે એ વિશે 'નો ઇન્ફોર્મેશન'
જો કે, કંપનીએ ભારતમાં બિદાદી (કર્ણાટક) સ્થિત તેના પ્રોડક્શન પ્લાન્ટ પર શું અસર પડશે તે અંગે કોઈ માહિતી આપી નથી. કંપની ભારતમાં ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર, અર્બન ક્રુઝર, ગ્લેન્ઝા, યારિસ, કેમરી અને વેલફાયર મોડેલ્સ વેચે છે, જેનું પ્રોડક્શન પણ દેશમાં જ થાય છે.
ટોયોટાએ આ માટે દક્ષિણ-પૂર્વ એશિયામાં કોવિડ-19 ના વધતા જતા કેસને જવાબદાર ગણાવ્યા છે. પ્રોડક્શનમાં કાપ સાથે ટોયોટા હવે આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં માત્ર 90 લાખ વ્હીકલ્સનું જ પ્રોડક્શન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

મહિન્દ્રા પણ 7 દિવસ માટે 'નો પ્રોડક્શન' ડે જાહેર કરી ચૂકી છે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાહેરાત કરી છે કે તેનો ઓટોમોટિવ ડિપાર્ટમેન્ટ સેમિકન્ડક્ટર્સની સપ્લાયનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ મહિને લગભગ 7 દિવસ 'નો પ્રોડક્શન ડે' રહેશે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું હતું કે, ચીપની અછતને કારણે તે તેના ઓટોમોટિવ ડિવિઝન પ્લાન્ટ્સમાં 'નો પ્રોડક્શન ડે' મનાવશે. તેના કારણે સપ્ટેમ્બરમાં તેનું પ્રોડક્શન વોલ્યૂમ 20%થી 25% ઘટવાની ધારણા છે.

સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ઉપયોગમાં લેવાય છે
સેમિકન્ડક્ટર સિલિકોન ચીપ હોય છે. તે ગાડી, કોમ્પ્યૂટર અને સેલફોનથી લઇને અનેક અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ઉપયોગમાં લેવાય છે. આ સારી રીતે કન્ટ્રોલ અને મેમરી ફંક્શન સંબંધિત કામ કરે છે.
કેટલાક મહિનાઓછી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ આખી દુનિયામાં વધ્યો છે કારણ કે, નવાં મોડેલ બ્લુટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન અને હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક સિસ્ટમ જેવી ઇલેક્ટ્રોનિક સર્વિસથી સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...