અમેરિકાની સૌથી મોટી ઓટો કંપની જનરલ મોટર્સને નવું વર્ષ શરૂ થતાં જ આંચકો લાગ્યો છે. આ કંપની હવે માર્કેટમાં બીજા નંબરે આવી ગઈ છે, કારણ કે જાપાનની ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ નંબર 1 ટેગ મેળવી લીધો છે.
2005માં ટોયોટા ચોથા નંબરે હતી
વર્ષ 2005 સુધીમાં ટોયોટા અમેરિકન માર્કેટમાં ચોથા નંબર પર હતી. પરંતુ 2021 સુધીમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમેરિકાની મોસ્ટ પોપ્યુલર ઓટો કંપની જનરલ મોટર્સ અહીં 90 વર્ષ સુધી નંબર વન કંપની હતી. તે સૌથી વધુ વેચાતી કાર હતી. હવે જાપાનની કંપની ટોયોટાએ તેની પાસેથી આ ટેગ છીનવી લીધું છે. તેણે ગયા વર્ષે યુએસ માર્કેટમાં 23 લાખથી વધુ ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેણે જનરલ મોટર્સ કરતાં 5% ટકા અથવા 1,14,000 વધુ ગાડીઓનું વેચાણ કર્યું છે.
કેમરી સૌથી વધુ વેચાનારી ગાડી બની
ટોયોટાની કેમરી છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર રહી છે, જ્યારે બેસ્ટ સેલિંગ SUVનો ટેગ છેલ્લાં પાંચ વર્ષથી Rav4 પાસે છે. હવે GM, ફોર્ડ અને ક્રિસલરનો ભાગ ઘટીને 38% પર આવી ગયો છે. જો ટેસ્લાને પણ આમાં સામેલ કરવામાં આવે તો તે 40% સુધી પહોંચે છે.
ગયા વર્ષે ટોયોટાનો ગ્રોથ સારો રહ્યો
તાજેતરમાં જાણવા મળેલા આંકડા અનુસાર, જાપાની ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ વર્ષ 2021માં અમેરિકામાં ઓટોમોબાઇલમાં સારો ગ્રોથ કર્યો. સેમિકન્ડક્ટર્સની અછતે જનરલ મોટર્સને પાછળ પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. વર્ષ 2021 દરમિયાન મહત્ત્વપૂર્ણ કોમ્પ્યુટરની અછતને કારણે વેચાણમાં ઘટાડો થયો અને GM ચોથા નંબરે આવી ગઈ.
ટોયોટાનો ગ્રોથ 10.4%
ટોયોટા અત્યારે પણ અમેરિકામાં વાર્ષિક વેચાણમાં 10.4% ગ્રોથ નોંધાવવામાં સફળ રહી છે. ટોયોટાએ 2 સૌથી વધુ વેચાનારી સિડેન કેમરી અને કોરોલાના વેચાણમાં નહિવત વધારો જોયો છે. તેની ફુલ સાઇઝની હાઇલેન્ડર SUVનું વર્ષ 2021માં વધુ વેચાણ થયું. GM ટોયોટાની સરખામણીએ ટ્રકો પર વધારે આધારિત રહે છે. તેણે તેનાં સિલ્વરેડો પિકઅપ ટ્રકોમાં વાર્ષિક આધારે 10.8%નો ઘટાડો જોયો છે.
GMએ ઓછી ઇન્વેન્ટ્રી માટે દુઃખ જતાવ્યું
GMએ ઓછી ઇન્વેન્ટ્રી માટે દુઃખ જતાવ્યું છે. તેના એક્ઝિક્યૂટિવ્સે વાહનોની કિંમતો વધુ મજબૂત કરવા વિશે વાત કરી છે, જેના કારણે વેચાણમાં ઘટાડો થયો હોવા છતાં કંપનીઓને નફાકારક રહેવા સક્ષમ બનાવી છે. ઇનસાઇટ્સના એડમન્ડ્સના CEO જેસિકા કાલ્ડવેલે જણાવ્યું કે, ટોયોટા માટે ચોક્કસપણે આ એક મોટી સિદ્ધિ છે. પરંતુ તે લાંબાગાળાના ફેરફારનો સંકેત આપતી નથી. GMનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની પાસે ગ્રાહકો માટે ટ્રક અને SUVમાં વધુ બ્રાન્ડ અને વિવિધતા છે. આનાથી છેલ્લાં કેટલાક વર્ષોમાં તેની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે.
ટોયોટાએ ઇલેક્ટ્રિક વ્હીકલના ડેવલપમેન્ટ પર 3 અબજ ડોલરના અમેરિકન રોકાણની વાત કહી છે. તેમજ, બીજીબાજુ ફોર્ડે તાજેતરમાં જ કહ્યું કે તે તેની સૌથી વધુ વેચાનારી F-150 પિકઅપ ટ્રકના ઇલેક્ટ્રિક મોડેલ બનાવવાની ક્ષમતા લગભગ બમણી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.